Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની ગતિ ધીમી, છતાં વેપાર ભાવિ અંગે આશાવાદ યથાવત…!!

સપ્ટેમ્બર મહિનામાં ભારતના સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ થોડું ધીમી પડી છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ એચએસબીસી સર્વિસ પીએમઆઈ ઓગસ્ટના ૬૨.૯૦ની સરખામણીએ ઘટીને ૬૦.૯૦ રહ્યો છે. નિકાસ તથા વેપાર પ્રવૃત્તિ મંદ પડવાથી તથા નવા ઓર્ડર અને રોજગારમાં મંદ વૃદ્ધિને કારણે આ ઘટાડો નોંધાયો છે. જો કે, સતત ચોથા મહિને પીએમઆઈ ૬૦ની ઉપર રહ્યો છે, જે દર્શાવે છે કે સેવા ક્ષેત્ર હજુ પણ વિસ્તરણ ઝોનમાં છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટનો ઈન્ડેકસ પંદર વર્ષની ટોચે રહ્યો હતો. સામાન્ય રીતે પીએમઆઈ ૫૦થી ઉપર રહે ત્યારે તે ક્ષેત્રમાં વિસ્તરણ દર્શાવે છે, જ્યારે ૫૦થી નીચેના પીએમઆઈ સંકોચનનો સંકેત આપે છે.

રિપોર્ટ મુજબ, નવા ઓર્ડર, નિકાસ અને રોજગાર વૃદ્ધિમાં ધીમાપો જોવા મળ્યો છે, તેમ છતાં કુલ કામકાજની સ્થિતિ હજી પણ સાનુકૂળ છે. અમેરિકા દ્વારા ઓગસ્ટથી લાગુ કરાયેલ ટેરિફ છતાં સેવા ક્ષેત્રની વૃદ્ધિ પર વિશેષ અસર જોવા મળી નથી. વેપાર ભાવિ અંગે કંપનીઓમાં આશાવાદ મજબૂત રહ્યો છે. સેવા ક્ષેત્રમાં “ભવિષ્ય પ્રવૃત્તિ ઈન્ડેકસ” માર્ચ બાદ ઊંચી સપાટીએ રહ્યો છે, જે દર્શાવે છે કે કંપનીઓ આગામી મહિનાઓમાં વૃદ્ધિની આશા રાખી રહી છે.

જો કે આંતરરાષ્ટ્રીય માગમાં સુધારો ધીમો રહ્યો છે અને નિકાસ વૃદ્ધિ દર માર્ચ બાદના નીચલા સ્તરે નોંધાયો છે. સેવા માટેના દર વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નહીં રહેતા નવા ઓર્ડરમાં વધારો મર્યાદિત રહ્યો છે. રોજગાર ક્ષેત્રમાં પણ વૃદ્ધિ ધીમી રહી છે – સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી પાંચ ટકા કરતાં પણ ઓછી કંપનીઓએ નવા કર્મચારીઓની ભરતી કરી હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે જાહેર થયેલા ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) પીએમઆઈમાં પણ ઘટાડો નોંધાયો હતો – ઓગસ્ટમાં ૫૯.૩૦થી ઘટીને સપ્ટેમ્બરમાં ૫૭.૭૦, જે છેલ્લા ચાર મહિનાનો તળિયો છે.

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (07/07/2025)

Gujarat Desk

અમદાવાદના નરોડામાં સંતોષી માતા મંદિરના મહંતનો આપઘાત; સુસાઇડ નોટ મળી આવી

Gujarat Desk

ઉના તાલુકાના કંસારી ગામના નાગરિકો વીજળી ગુલ ના પ્રશ્નનો ધોકડવા ગામ ના પી.જી.વી.સી.એલ કચેરીમાં ખાતે

Karnavati 24 News

સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી: ‘ફક્ત દિલ્હી માટે નીતિ ન બનાવી શકાય…’

Gujarat Desk

બાંગ્લાદેશની કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના, તેમની ભત્રીજી અને બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને જમીન કૌભાંડ કેસમાં દોષિત ઠેરવ્યા

Gujarat Desk

શ્રી અમરનાથ યાત્રા 2025: આ વર્ષની પવિત્ર યાત્રા માત્ર 38 દિવસ માટેજ યોજાશે

Gujarat Desk