Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદના નરોડામાં સંતોષી માતા મંદિરના મહંતનો આપઘાત; સુસાઇડ નોટ મળી આવી



(જી.એન.એસ) તા. 16

અમદાવાદ,

શહેરના નરોડા વિસ્તારમાં આવેલ સંતોષી માતા મંદિરના પરિસરમાં જ મહંતના આપઘાતથી આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, તેમજ મંદિરને તોડી પાડવા દબાણ કરાતું હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. તંત્રના દબાણથી કંટાળીને આપઘાત કર્યાનો આરોપ પરિવારજનો કરી રહ્યો છે. ડેમાં આપઘાત પહેલા મહંતે લખેલી સુસાઇડ નોટ મળી આવી છે.

મહંતની સુસાઇડ નોટ માં મંદિર બચાવવાની લડાઈ અધૂરી રહ્યાંનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહંતના આપઘાત અંગે તેમના પુત્ર બ્રિજેશનો દાવો છે કે બિલ્ડર, કોર્પોરેશન અને પોલીસ હેરાન કરી રહ્યાં હતા. તેમજ આ સપ્તાહમાં મંદિર તોડવાની ચીમકી આપ્યાનો દાવો પણ કરાયો છે. છેલ્લા 4-5 વર્ષથી હેરાનગતિ કરાતી હોવાનો આરોપ છે. જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર રોડ પર આવેલા સંતોષી માતાના મંદિરના મહંત મહેન્દ્રભાઈએ 16 માર્ચ, 2025 ને રવિવારના રોજ વહેલી સવારે મંદિરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.  

આ મામલે મહંતના દીકરાએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશન, પોલીસ(સરદારનગર પોલીસ) અને બિલ્ડર દ્વારા મંદિર તોડી પાડવાને લઈને કરવામાં આવતાં દબાણને કારણે આપઘાત કર્યો છે. તો બીજી તરફ AMCએ મંદિર તોડવાની કોઈ નોટિસ ન આપી હોવાનો ખુલાસો કર્યો છે.

संबंधित पोस्ट

હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો

Gujarat Desk

ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં વેચાતા વિમાનો પર 50% ટેરિફ લગાવવાની ધમકી આપી

Gujarat Desk

કોઈ ભેદભાવ નહીં, કોઈ કાયદાનો દુરુપયોગ કરી શકે નહીં: ધર્મેન્દ્ર પ્રધાન નવા UGC નિયમો પર

Gujarat Desk

જૂનાગઢના મેંદરડામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા; 2 કલાકમાં 8 ઈંચ વરસાદ 

Gujarat Desk

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત 19 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન પાંચ જિલ્લાઓમાં જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન

Gujarat Desk

ધોરડો ગામની દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ” સુધીની સફરને ઐતિહાસિક ગણાવતા રાષ્ટ્રપતિશ્રી

Gujarat Desk