Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

શિપિંગ ખર્ચમાં જોરદાર વધારા સાથે બાલ્ટિક ઈન્ડેક્સ બે વર્ષની ઊંચાઈએ…!!

વિશ્વના દરિયાઈ માર્ગો પર હાલ જહાજ મારફત માલસામાનની હેરફેરના દરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. યુદ્ધની પરિસ્થિતિ, વિવિધ દેશો પર લાગેલા પ્રતિબંધો અને ઉત્પાદનના વધારા જેવા પરિબળો મળીને વૈશ્વિક શિપિંગ ખર્ચને વધારતા દેખાઈ રહ્યા છે. સામાન્ય રીતે વર્ષના અંતે ઠંડીની મોસમમાં મોસમી માગ નબળી રહેતી હોવાથી શિપિંગ દરોમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ સંપૂર્ણપણે જુદી છે.

જહાજ મારફત પરિવહનના દર પર નજર રાખતો બાલ્ટિક ઈન્ડેક્સ હાલમાં બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. શિપિંગ ઉદ્યોગના તારણો અનુસાર મહત્વના માર્ગો પર ક્રુડ ઓઈલની હેરફેર માટેના દરમાં 450 ટકા જેટલો મોટો ઉછાળો નોંધાયો છે. લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) અને આયર્ન ઓર જેવી મુખ્ય કોમોડિટીઓના પરિવહન ખર્ચ પણ તેજી સાથે વધી રહ્યા છે.

પરંપરાગત રીતે ડિસેમ્બર મહિનામાં શિપિંગ દરો નબળા રહેતા હોવા છતાં હાલની પરિસ્થિતિને જોતા 2026ના પ્રારંભમાં પણ દરો ઊંચા જળવાઈ રહેવાની ધારણા કરવામાં આવી રહી છે. મધ્ય પૂર્વમાં ઉત્પાદનના વધારા અને રશિયન ક્રુડ પર અમેરિકન પ્રતિબંધોને પગલે એશિયાઈ દેશો દ્વારા વિકલ્પરૂપે અન્ય વિસ્તારોમાંથી ક્રુડ ખરીદવાનું પ્રમાણ વધી ગયું છે — જેનાથી પરિવહન ખર્ચ ઉપરાજે ચઢી રહ્યો છે.

અમેરિકા અને યુરોપથી LNG પરિવહન ખર્ચ પણ હાલમાં બે વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે. બીજી તરફ, ઈરાનના સમર્થન ધરાવતા હાઉથીસ ગ્રુપ દ્વારા રેડ સી વિસ્તારમાં જહાજો પર કરવામાં આવેલા હુમલાઓને કારણે અનેક શિપિંગ કંપનીઓને પોતાના રૂટ બદલીને લાંબા માર્ગો અપનાવવા પડ્યા છે. આ કારણે ઇંધણ, સમય અને ઓપરેશનલ ખર્ચમાં વધુ વધારો નોંધાયો છે. કોમોડિટીના દરિયાઈ પરિવહન માટેના ભાડાનો અંદાજ આપતો બાલ્ટિક ડ્રાય ઈન્ડેક્સ બુધવારે 9 ટકા વધી 2,845 પર પહોંચ્યો હતો – જે ડિસેમ્બર 2023 બાદની સૌથી ઊંચી સપાટી છે.

संबंधित पोस्ट

જુનાગઢ: પોસ્ટના બાંધકામ ખાતાની બંધ ઓફિસમાં બાકોરું પાડી કોમ્પ્યુટર, પંખા, તિજોરીની ચોરી

Karnavati 24 News

NCB ની ટીમે મ્યાનમારથી નદી માર્ગે આવતા ₹12.5 કરોડના હેરોઈનનો કબજો મેળવ્યો

Gujarat Desk

તેલંગાણાના હૈદરાબાદમાં જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન વીજ કરંટ લાગવાથી છ લોકોના મોત, એક્સ-ગ્રેશિયાની જાહેરાત

Gujarat Desk

સપ્ટેમ્બર માસમાં ૫.૧૪ ટ્રિલિયન ડોલરના હિસ્સા સાથે ભારત વૈશ્વિક માર્કેટ કેપમાં પાંચમા સ્થાને…!!

Gujarat Desk

બજેટ 2026: કેન્દ્રીય બજેટ પર દેશના વિરોધપક્ષના દિગ્ગજ નેતાઓના નિવેદનો

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અમરેલીમાં ૧૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલિટી ધર્મજીવન હોસ્પિટલનો શુભારંભ

Gujarat Desk