Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સપ્ટેમ્બર માસમાં ૫.૧૪ ટ્રિલિયન ડોલરના હિસ્સા સાથે ભારત વૈશ્વિક માર્કેટ કેપમાં પાંચમા સ્થાને…!!

સપ્ટેમ્બર ૨૦૨૫ની શરૂઆતમાં વૈશ્વિક માર્કેટ કેપ ૧૪૦.૮૧ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી હતી, જેમાં ભારતનો હિસ્સો ૫.૧૪ ટ્રિલિયન ડોલર અથવા ૩.૬૫% રહ્યો હતો. એક વર્ષ પહેલાં, સપ્ટેમ્બર ૨૦૨૪માં ભારતનો હિસ્સો ૪.૫૨% (૫.૬૬ ટ્રિલિયન ડોલર) હતો. એટલે કે છેલ્લા એક વર્ષમાં ભારતના હિસ્સામાં ઘટાડો નોંધાયો છે. હાલ ભારત વૈશ્વિક માર્કેટ કેપમાં હોંગકોંગ પછી પાંચમા સ્થાને છે. અમેરિકાએ ૪૮.૧૦% હિસ્સા સાથે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે, જ્યારે ચીન બીજા, જાપાન ત્રીજા અને જર્મની ચોથા સ્થાને છે.

રિપોર્ટ મુજબ, ઓગસ્ટ ૨૦૨૫માં ભારતનો હિસ્સો ઘટીને ૩.૬૦% રહ્યો હતો, જે છેલ્લા ૧૬ મહિનામાં સૌથી નીચો સ્તર હતો. જૂનથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન વૈશ્વિક માર્કેટ કેપમાં ૬.૭૨ ટ્રિલિયન ડોલરનો વધારો થયો હતો, જ્યારે ભારતની માર્કેટ કેપ ૫.૩૮ ટ્રિલિયન ડોલરથી ઘટીને ૫.૦૩ ટ્રિલિયન ડોલર રહી ગઈ હતી. અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીમાં રિકવરીને કારણે છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક માર્કેટ કેપમાં ૧૫.૮૨ ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. પરંતુ ભારતની માર્કેટ કેપ આ ગાળામાં ૫.૬૬ ટ્રિલિયન ડોલર પરથી ઘટીને ૫.૦૩ ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે.

ત્યાં છતાં, ભારતનું સ્થાન માર્કેટ કેપની દ્રષ્ટિએ વૈશ્વિક ટોચના ૧૦ દેશોમાં યથાવત છે. કંપનીઓની આવકમાં નબળાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને ઊંચા મૂલ્યાંકનને કારણે ભારતની માર્કેટ કેપ પર દબાણ આવ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતની ઈક્વિટી માર્કેટનું મૂલ્યાંકન વૈશ્વિક સ્તરે વધુ હતું. તે સમયે મજબૂત વિદેશી રોકાણ પ્રવાહો અને સારી કોર્પોરેટ કામગીરીના કારણે બજાર મજબૂત રહ્યું હતું. પરંતુ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા આવ્યા પછી નાણાં અમેરિકા તરફ વળ્યાં છે. સાથે જ ઊંચા મૂલ્યાંકનને કારણે ફંડોએ પ્રોફિટ બુકિંગ પણ કર્યું છે. ભારતની માર્કેટ કેપ હાલમાં તેના GDPની સરખામણીએ ૧૭૮% છે, જે લાંબા ગાળાની ૮૭%ની સરેરાશ કરતા ઘણી વધારે છે.

संबंधित पोस्ट

વિધાનસભા ખાતે કલાકારો ને આમંત્રણ આપવા બાબતે વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે સરકારનો જવાબ, ‘છેલ્લી ઘડીએ આયોજન કરાયું, ભૂલાઇ ગયું હશે…’

Gujarat Desk

બનાસકાંઠામાં બે યુવકોને તાલિબાની સજા આપવામાં આવી, વીડિયો વાયરલ થઇ

Gujarat Desk

BPCL ઇથેનોલ ફાળવણી વિવાદમાં સુપ્રીમ કોર્ટે યથાવત સ્થિતિનો આદેશ આપ્યો

Gujarat Desk

છત્તીસગઢના નારાયણપુરમાં ૧૨ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાંથી ૯ નક્સલીઓના માથે ૧૮ લાખ રૂપિયાનું સામૂહિક ઇનામ હતું

Gujarat Desk

વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૨ હજારથી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

આજનું રાશિફળ (14/06/2025)

Gujarat Desk