Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વ્યાજદર કાપ ૨૦૨૫માં મુશ્કેલ, મોંઘવારી ૨% પાર…!!

એસબીઆઈ રિસર્ચે જણાવ્યું છે કે ઑક્ટોબરમાં વ્યાજદર કાપવાની સંભાવના નથી, કારણ કે ઑગસ્ટ ૨૦૨૫માં ભારતનો રિટેલ મોંઘવારી દર (CPI) થોડોક વધી ૨.૦૭% પર પહોંચ્યો છે. ડિસેમ્બર સુધીમાં પણ કાપની શક્યતા નબળી છે, જો કે પ્રથમ બે ત્રિમાસિકમાં વૃદ્ધિના આંકડા સુધરે તો જ શક્યતા ઊભી થઈ શકે.

અહેવાલ મુજબ તાજેતરમાં ૨૯૫ જેટલા જરૂરી ઉપકરણો પર GST ૧૨% થી ઘટાડી ૫% અથવા શૂન્ય કરવામાં આવ્યો છે. જેના કારણે FY૨૬માં મોંઘવારીમાં ૨૫ – ૩૦ બેસિસ પોઇન્ટ જેટલો ઘટાડો થઈ શકે છે. સાથે સેવાઓ પર કરમાં ઘટાડો થવાથી વધારાના ૪૦ – ૪૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. કુલ મળીને FY૨૬ – ૨૭માં CPI મોંઘવારી ૬૫–૭૫ બેસિસ પોઇન્ટ સુધી નરમાઈ શકે છે.

ખાદ્યપદાર્થોના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. માંસ અને માછલી ૧.૪૮% વધ્યાં, તેલ અને ચરબીમાં ૨૧.૨૪%નો જોરદાર ઉછાળો આવ્યો, જ્યારે શાકભાજી હજુ –૧૫.૯૨% સાથે નકારાત્મક રહી. કોર ઇન્ફ્લેશન ૪.૧૬% પર પહોંચ્યું. ગ્રામ્ય મોંઘવારી ૧.૬૯% અને શહેરી મોંઘવારી ૨.૪૭% થઈ. રાજ્યોમાં ૩૫માંથી ૨૬ રાજ્યોમાં મોંઘવારી ૪%થી ઓછી રહી, જ્યારે કેરળ અને લક્ષદ્વીપમાં ૬%થી વધુ નોંધાઈ. બીજી બાજુ, ખારીફ વાવેતર ગયા વર્ષ કરતા ૨.૫% વધારે થયું છે, પરંતુ ભારે વરસાદ પાકની ઉપજને જોખમમાં મૂકી શકે છે.

संबंधित पोस्ट

આજનું રાશિફળ (06/10/2025)

Gujarat Desk

મહુધાના મીનાવાડા દર્શન કરવા જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો, વાંદરુ રોડ વચ્ચે આવતા બાઈક પરથી દંપતી પટકાયું; પત્નીનું મોત

Karnavati 24 News

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગરના સહયોગથી ૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહિલાઓ માટે જરૂરી પ્રાથમિક ટેસ્ટ નિઃશુલ્ક કરાવવાનું આયોજન

Gujarat Desk

‘બાકીની બધી ફાઇલો જાહેર કરો’: બિલ ક્લિન્ટને નવી એપ્સટિન ફાઇલો બહાર પડવા વચ્ચે DOJ પર ‘કોઈને બચાવવા’નો આરોપ લગાવ્યો

Gujarat Desk

મિનેસોટાના 2 ધારાસભ્યોને શંકાસ્પદ લક્ષ્યાંકિત હુમલામાં ગોળી મારી, ભૂતપૂર્વ સ્પીકર મેલિસા હોર્ટમેનનું મોત

Gujarat Desk

પોલીસ ખાતાની ૩૫ વર્ષની સુદીર્ઘ સેવાઓ બાદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી રણજીતસિંહ સોલંકી વયનિવૃત્ત

Gujarat Desk