Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજીબિઝનેસ

વિવાદ: અશનીર ગ્રોવરને ભારત પેએ તમામ પદ પરથી હટાવી દીધા

ફિનટેક કંપની ભારત પે અને અશનીર ગ્રોવરનો વિવાદ વધી રહ્યો છે. કંપનીના બોર્ડે અશનીરને તમામ પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. બોર્ડની બેઠક બાદ કંપનીએ એક નિવેદન જાહેર કરીને તેની જાણકારી આપી છે. આ સાથે જ કંપનીએ જણાવ્યુ કે ફાઇનાન્શિયલ મિસડીડને લઇને તે અશનીર ગ્રોવર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની છે.એક દિવસ પહેલા અશનીર ગ્રોવરે બોર્ડના નામે ઇમોશનલ લેટર લખીને રાજીનામુ આપ્યુ હતુ. અશનીર ગ્રોવરે રિઝાઇન કરતા લેટરમાં કેટલીક ભાવુક વાતો કરી હતી અને વર્તમાન બોર્ડ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા, તેમણે લખ્યુ હતુ, હું દુખ સાથે આ લેટર લખી રહ્યો છું કારણ કે મે જે કંપની બનાવી, મારે તેને છોડવી પડી રહી છે. જોકે, મને આ વાતનું ગૌરવ છે કે આજે ભારત પે ફિનટેકની દુનિયામાં લીડર છે. આ વર્ષની શરૂઆતથી જ મને અને મારા પરિવારને આધારહિન વાતોમાં ઉલજાવવામાં આવ્યા. કંપનીમાં જે પણ આવા લોકો છે, તે મારી છબી ખરાબ કરવા માંગે છે. તે કંપનીને પ્રોટેક્ટ કરવાનો દેખાવો ભરે કરી રહ્યા છે પરંતુ તે ભારત પેને પણ નુકસાન પહોચાડવા માંગે છે.

संबंधित पोस्ट

ટાટા બાદ હવે કિયા પણ લાવી રહી છે સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઇન્ડિયન યુઝર્સ માટે તૈયાર કરી છે ખાસ ડિઝાઇન

Karnavati 24 News

SBIના ખાતાધારકો આનંદો! હવે ફીચર ફોનથી ફંડ ટ્રાન્સફર માટે SMS ચાર્જ નહીં ચૂકવવો પડે

Karnavati 24 News

કિઆએ ચૂપ ચાપ રીતે 13.39 લાખમાં લોન્ચ કરી સોનેટ એક્સ-લાઇન, આ રેન્જમાં આ કાર કોમ્પિટિટર્સનો છોડાવશે પરસેવો

Karnavati 24 News

WhatsAppએ ભારતમાં 23 લાખ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ, આ છે કારણ, તમે પણ કરી શકો છો ફરિયાદ

Karnavati 24 News

કચ્છી ઉંટની માંગ વધી, કોઈમ્બ્તુરના ખરીદદારે ૪૨ હજારમાં ખરીદ્યા ઉંટ

Karnavati 24 News

મુહૂર્ત ટ્રેડિંગ 2022 સમય: દિવાળીના દિવસે તમે કયા સમયે શેરબજારમાં રોકાણ કરી શકશો? સમય શીખો

Admin