Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વર્ષ ૨૦૨૫માં વિદેશી રોકાણકારોની અંદાજીત રૂ.૨.૨૩ કરોડની વેચવાલી…!!

વર્ષ ૨૦૨૫ દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ભારતીય શેરબજારમાં અત્યાર સુધી ક્યારેય ન જોવાયેલી ગતિએ વેચવાલી કરી છે. સેકન્ડરી માર્કેટ મારફતે વિદેશી રોકાણકારોએ રૂ.૨.૨૩ લાખ કરોડથી વધુ મૂલ્યના શેરો વેચી કાઢ્યા છે. એક સમય હતો જ્યારે ભારતીય શેરબજાર વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી ગણાતું હતું, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા અને વેપાર કરાર સંબંધિત વિલંબને કારણે તેમનો વલણ સ્પષ્ટ રીતે બદલાયેલું જોવા મળે છે.

આંકડાઓ મુજબ ૨૦૨૫માં વિદેશી રોકાણકારોએ દર ટ્રેડિંગ દિવસે સરેરાશ રૂ.૯૦૦ કરોડ જેટલું ચોખ્ખું વેચાણ કર્યું છે. સમયગાળાની દૃષ્ટિએ જોવામાં આવે તો દર ટ્રેડિંગ કલાકે અંદાજે રૂ. ૧૫૨ કરોડના શેરો વેચાયા છે. આટલી ભારે વેચવાલી છતાં ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોમાં નોંધપાત્ર તૂટણ જોવા મળી નથી, જે બજારની સ્થિતિસ્થાપકતાનું પ્રતિબિંબ છે.

ડિસેમ્બર મહિનામાં પણ આ ટ્રેન્ડ યથાવત રહ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીના તમામ ટ્રેડિંગ દિવસોમાં એફઆઈઆઈએ વેચવાલી કરી છે અને કુલ રૂ.૧૫,૯૫૯ કરોડથી વધુના શેરો વેચ્યા છે. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) બજાર માટે મજબૂત આધારરૂપ સાબિત થયા છે. ડિસેમ્બર દરમિયાન ડીઆઈઆઈએ રૂ. ૩૯,૯૬૫ કરોડના શેરો ખરીદી બજારને સ્થિર રાખ્યું છે.

વિદેશી અને સ્થાનિક રોકાણકારો વચ્ચેની આ ખેંચતાણ વચ્ચે પણ ભારતીય શેરબજાર ટક્યું છે, જેમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)નો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. રિપોર્ટ મુજબ છેલ્લા ત્રણ મહિનામાં SIP મારફતે રૂ. ૨૯,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મત પ્રમાણે, ભારત-અમેરિકા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં થતો વિલંબ વિદેશી રોકાણકારોની વિમુખતાનું એક મુખ્ય કારણ બન્યું છે.

संबंधित पोस्ट

રશિયાએ કિવ અને અન્ય પ્રદેશોમાં મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો

Gujarat Desk

 વડોદરાની નિશાકુમારીનું સાહસ: ચોવીસ કલાકમાં બે વાર તળેટી થી કેદારકંથા શિખરની ટોચ સુધી આરોહણ કરી શિખર પર થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યો…

Karnavati 24 News

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) માં હવેથી અટક પાછળ લખવા ગુજરાત શિક્ષણ વિભાગનો પરિપત્ર 

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News

લાલુ પ્રસાદ યાદવે તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ કરી, પરિવારમાંથી દૂર કર્યા

Gujarat Desk