Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

લાલુ પ્રસાદ યાદવે તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ કરી, પરિવારમાંથી દૂર કર્યા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો મોટો નિર્ણય

(જી.એન.એસ) તા. 25

પટણા,

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ હાલ ચર્ચામાં છે. તેમણે પોતાના અંગત જીવન અંગે એક મોટો ખુલાસો કર્યો હતો જેમાં તેમણે પોતાના રિલેશનશિપનો ઉલ્લેખ કર્યો હતો. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, તેઓ છેલ્લા 12 વર્ષથી અનુષ્કા યાદવ નામની મહિલા સાથે સંબંધમાં છે અને બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે હવે તેજ પ્રતાપ યાદવને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. આ સાથે તેને પરિવારમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે.

લાલુ યાદવે કહ્યું હતું કે, ‘વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવી આપણા સામાજિક ન્યાય માટે સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે. મોટા પુત્રની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ પ્રમાણે નથી. આ કારણસર હું તેમને પક્ષ અને પરિવારમાંથી દૂર કરી રહ્યો છું. હવેથી તેમની પક્ષ અને પરિવારમાં કોઈ પણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.’

હાલમાં જ તેજપ્રતાપ યાદવે પોતાના રિલેશનશિપની જાહેરાત કરી હતી. તેણે ફેસબુક એકાઉન્ટ પર અનુષ્કા યાદવ નામની ગર્લફ્રેન્ડ સાથે તસવીર શેર કરીને લખ્યું હતું કે, ‘અમે 12 વર્ષથી રિલેશનશિપમાં છીએ.’ જો કે, બાદમાં તેણે દાવો કર્યો હતો કે, મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું હતું. 

RJDના નેતા તેજસ્વી યાદવ કહ્યું કે, ‘અમે આવી બાબતો સહન કરી શકતા નથી, અમે કામ કરી રહ્યા છીએ અને બિહારના લોકો માટે સમર્પિત છીએ. જો વાત મારા મોટા ભાઈની હોય, તો રાજકીય જીવન અને અંગત જીવન અલગ છે. તેમને પોતાના અંગત નિર્ણયો લેવાનો અધિકાર છે. તેઓ પુખ્ત વયના છે અને નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. અમારા પક્ષના વડાએ સ્પષ્ટ કર્યું છે, અને જ્યારથી તેમણે આમ કહ્યું છે, ત્યારથી તે તેમની લાગણીઓ છે. અમે આવી બાબતો પર સવાલ ઉઠાવ્યા નથી. તેઓ પોતાના અંગત જીવનમાં શું કરી રહ્યા છે, કોઈ કંઈ કરતા પહેલા પૂછતું નથી. મને આ વિશે ફક્ત મીડિયા દ્વારા જ ખબર પડી છે.’

संबंधित पोस्ट

યુપી એસટીએફે આંતરરાજ્ય ઓક્સિટોસિન રેકેટનો પર્દાફાશ કર્યો; ₹1.2 કરોડના સ્ટોક સાથે 3 ની ધરપકડ

Gujarat Desk

ભારતીય નૌકાદળ સેના અને વાયુસેના સાથે ત્રિ-સેવા કવાયત ‘ત્રિશૂલ’નું નેતૃત્વ કરશે

Gujarat Desk

ઉત્તરાખંડના યમુનોત્રી હાઇવે પર બરફવર્ષાથી જનજીવન ખોરવાયું; 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Gujarat Desk

પ્રધાનમંત્રી મોદીએ ESTIC 2025નું ઉદ્ઘાટન કર્યું, સંશોધનમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે RDI ફંડનો પ્રારંભ કર્યો

Gujarat Desk

આજ નું પંચાંગ (૦૫/૦૨/૨૦૨૬)

Gujarat Desk

પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે : ‘ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ની થીમ આધારિત ઝાંખી

Gujarat Desk