Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

લેડી સિંઘમ તરીકે ઓળખાતા વાઘોડિયાના TDOની 4 મહિનામાં જ ગાંધીનગર બદલી

વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ઠક્કર સામે સરપંચોએ વિરોધ કરતાં તેમની બદલી કરીને કાજલ આંબલિયાને મૂકવામાં આવ્યા હતા.લેડી સિંઘમ તરીકે ઓળખાતા મહિલા અધિકારીએ જરોદના દલિત સમાજની સ્મશાનની ભૂમિ પરનું ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી,વાઘોડિયાના મેઇન રોડના દબાણો પણ દૂર કર્યા હતા. આ ઉપરાંત ભાજપના જયસ્વાલ નામના કાર્યકરનું પણ દબાણ દૂર કરતાં તેણે જોઇ લેવાની ધમકી આપી હતી.જેથી મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.વાઘોડિયાના દબાણો તૂટતાં રાજુ અલવાએ રેલી પણ કાઢી હતી. જ્યારે,ટીડીઓએ ૨૮ તલાટીઓ સામે પોલીસ ફરિયાદ કરવાની મંજૂરી માંગતા તલાટીઓએ ટીડીઓ તેમનું અપમાન કરતા હોવાના અને માનસિક હેરાન કરતા હોવાના આક્ષેપો કરી સામૂહિક બદલી કરવાની માંગણી કરી હતી.કેટલાક સરપંચોએ પણ વિરોધ કર્યો હતો. આખરે,વાઘોડિયાના ટીડીઓની આજે ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળમાં બદલીનો હુકમ થતાં ચકચાર વ્યાપી છે.. .

संबंधित पोस्ट

આયુષ મેગાકેમ્પનો લાભ નગરજનો લઈ શકે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા જાહેર આમંત્રણ

Gujarat Desk

SSA ફંડને લઈને ભૂખ હડતાળ પર રહેલા કોંગ્રેસના સાંસદ શશિકાંત સેન્થિલને ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૬૦૬  પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી, અચાનક પૂર અને ભૂસ્ખલનમાં 5 લોકોના મોત, 11 ગુમ

Gujarat Desk

બિહાર કેબિનેટે ‘કન્યા વિવાહ મંડપ યોજના’ને મંજૂરી આપી અને ‘દીદી કી રસોઈ’ યોજના હેઠળ ભોજન ખર્ચમાં ઘટાડો કર્યો

Gujarat Desk

પીએમ મોદીએ પંજાબના આદમપુર એરપોર્ટનું નામ ગુરુ રવિદાસના નામ પર રાખ્યું, કહ્યું ‘તેમણે સમાજને એક કર્યો’

Gujarat Desk