Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નિફટી ફ્યુચર ૨૪૬૦૬  પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૫.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૭૬ સામે ૮૨૦૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૧૨૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૨૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૫૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૩૫ સામે ૨૫૦૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૩૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૬૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

શેરબજારમાં સતત બે દિવસની તેજીને બ્રેક લગતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતોના અભાવે તેમજ કોરોનાના વધતા કેસો વચ્ચે રોકાણકારો નાના પાયે પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં શેરબજાર વોલેટાઈલ બન્યું હતું તેમજ વિદેશી રોકાણકારો દ્વારા નોંધાઈ રહેલ રોકાણ પ્રવાહમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે સકારાત્મક સંકેતો છતાં વૈશ્વિક સ્તરે અમેરિકા પર દેવાનું સંકટ, ટેરિફ નીતિ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ જેવા પડકારોના કારણે રોકાણકારો સાવચેતીનું વલણ દર્શાવતા સ્થાનિક બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.

શેરબજારમાં ઘટાડાના મુખ્ય કારણોમાં રોકાણકારો દ્વારા નફારૂપી વેચવાલી, નબળા ચોથા ત્રિમાસિક પરિણામો, વધતા યુ.એસ. ટ્રેઝરી યિલ્ડ્સ, વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અપેક્ષિત કરતા ઓછા ડિવિડેન્ડનો સમાવેશ થાય છે.

કરન્સી માર્કેટની વાત કરીએ તો,

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા યુરોપ માટે ટેરીફનો અમલ પાછો ઠેલતાં તથા વૈશ્વિક ડોલર ઇન્ડેક્સમાં બેતરફી વધઘટ જોવા મળી હતી, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

સેક્ટર મુવમેન્ટ…

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૭૯ અને વધનારની સંખ્યા ૧૯૫૭ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઇન્ડસઇન્ડ બેન્ક ૨.૬૦%, સન ફાર્મા ૦.૪૨%, અદાણી પોર્ટ ૦.૩૪%, નેસ્લે ઇન્ડિયા ૦.૩૩% અને એશિયન પેઈન્ટ ૦.૦૬% વધ્યા હતા, જયારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૨૧%, આઈટીસી લિ. ૨.૦૧%, ટાટા મોટર્સ ૧.૭૩%, એકસિસ બેન્ક ૧.૫૯%, એનટીપીસી લિ. ૧.૪૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૩૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૨૫%, ઝોમેટો લિ. ૧.૦૧% અને બજાજ ફિનસર્વ ૧.૦૦% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજારની ભવિષ્યની દિશા દેશની આર્થિક નીતિઓ અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર આધારિત રહેશે. હાલની સ્થિતિમાં ભારતનું GDP વૃદ્ધિ દર અન્ય દેશોની સરખામણીએ વધુ મજબૂત હોવાનું સ્પષ્ટ છે અને સરકાર દ્વારા કરવામાં આવતાં ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાઓથી શેરબજારમાં લાંબા ગાળે સકારાત્મક વલણ રહે તેવી સંભાવના છે. મુખ્યત્વે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવા અભિયાનોએ ભારતીય કંપનીઓ માટે વિકાસની નવી તકો ઊભી કરી છે, જેના કારણે રોકાણકારોનું આકર્ષણ પણ વધી રહ્યું છે.

આગામી દિવસોમાં ભારતીય શેરબજાર મધ્યમ થી લાંબા ગાળે સકારાત્મક દિશામાં આગળ વધી શકે છે, જોકે ટૂંકા ગાળે વૈશ્વિક મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ, ક્રૂડ ઓઈલની કિંમત અને અમેરિકાની વ્યાજદરોમાં ફેરફાર જેવા તત્વો ચિંતાનું કારણ બની શકે છે. આ બધાની વચ્ચે ભારત સ્થિર વૃદ્ધિ દર્શાવતો દેશ બની રહ્યો છે, જે વૈશ્વિક રોકાણકારો માટે ભારતને આકર્ષક બનાવે છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

संबंधित पोस्ट

SIR ગણતરીમાં 27 જિલ્લાઓએ 100% લક્ષ્ય પ્રાપ્ત કર્યું

Gujarat Desk

આજે પ્રધાનમંત્રી મોદી લગ્ન પંચમી નિમિત્તે અયોધ્યામાં રામ મંદિરના ‘શિખર’ પર ભગવો ધ્વજ ફરકાવશે

Gujarat Desk

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે ધોલેરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું

Gujarat Desk

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ

Gujarat Desk

સરપંચ શકુંતલાબેન વસાવા: કાયમી પાણી વ્યવસ્થાપન દ્વારા પરિવર્તનનું નેતૃત્વ કરી રહ્યાં છે

Gujarat Desk

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Desk