Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રૃા.૧૭ લાખની ઠગાઈમાં વલસાડ પંથકના આરોપીની ધરપકડ કરવામાં આવી



(જી.એન.એસ) તા૧૩

રાજકોટ,

૧પ૦ ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાછળ રૃક્ષ્મણિ હાઈટસમાં રહેતાં નીશાબેન યશવંતભાઈ પેઢડીયા સાથે શેર બજારમાં ઓનલાઈન રોકાણના નામે રૃા.૧૭.૪૪ લાખની ઠગાઈના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે એક આરોપી હરિશ વેલજીભાઈ ભાનુશાલી ને ઝડપી લઈ ગેંગના બીજા સભ્યોને ઝડપી લેવા તજવીજ શરૃ કરી છે. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી થઈ હતી. જેના આધારે પી.આઈ. આર. જી. પઢીયારે તપાસ આગળ ધપાવી આરોપી હરીશને ઝડપી લીધો હતો. સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટના ગુનામાં આરોપીના બેન્ક ખાતામાં રૃા.૧૦ લાખથી વધુની રકમ જમા થઈ હતી. એટલું જ નહીં અન્ય રાજયોમાં થયેલી ૧પ થી ૧૬ સાયબર ફ્રોડની અરજીમાં પણ  આરોપીના બેન્ક ખાતાનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત ગત માર્ચ માસથી મે માસ દરમિયાન આરોપીના બેન્ક ખાતામાં રૃા.૬૧ લાખના ટ્રાન્ઝેકશન પણ થયા હતા. આ સ્થિતિમાં આરોપી સાથે બીજા કયા–કયા આરોપીઓ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આરોપી  હરીશ વિરૃધ્ધ લીલીયા પોલીસ મથકમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને નિગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ નોંધાયા છે.

संबंधित पोस्ट

ખેલ મહાકુંભ 3.0 નો ગાંધીનગરમાં રાંધેજા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલથી પ્રારંભ કરાયો

Gujarat Desk

ટેરિફથી અમેરિકામાં ભારતની એન્જિનિયરિંગ નિકાસને 8 અબજ ડોલરનો ફટકો…!!

Gujarat Desk

તાપીના વાલોડ નજીક પાણી-પુરવઠાની લીકેજની રિપેરિંગ કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 25 વર્ષીય શ્રમિક યુવકનું મોત

Gujarat Desk

ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે

Gujarat Desk

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહના વરદ હસ્તે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક યોજના’નું લોકાર્પણ

Gujarat Desk

વૈશ્વિક અનિશ્ચિતતાથી ખાનગી ઈન્વેસ્ટમેન્ટ ધીમું, લાંબા ગાળે તેજીનો અંદાજ…!!

Gujarat Desk