Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવાશે

(જી.એન.એસ) તા. 23

ગાંધીનગર,

કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬’ અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે.

ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ‘રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬’ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવી રહી છે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી નિયત કરેલ હોવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે, જેનો લાભ લેવા તમામ ખેડુતમિત્રોને વિનંતિ છે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ની યાદીમાં જણાવ્યું છે.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રયાગરાજ ‘મહાકુંભ-૨૦૨૫’ માટે નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ અપાયું

Gujarat Desk

ઉદ્યોગપતિ એસ પી ઓસવાલની ડિજિટલ ધરપકડ કેસમાં EDએ 5 રાજ્યોમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા

Gujarat Desk

 ધિણોજથી સુણસર સુધી રોડ માટે માર્ગ અને મકાન વિભાગ તથા ONGCએ હાથ ખંખેર્યા

Karnavati 24 News

સાંતલપુરના રાણીસરમાં 15 દિવસથી પાણીના અભાવે લોકો પરેશાન . . . .

Admin

નવરાત્રી બીજું નોરતું માતા બહ્મચારિણી પૂજા વિધિ કરવામાં આવે છે

Gujarat Desk

હવામાન વિભાગ દ્વારા રાજ્યસભરમાં 1 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Gujarat Desk