Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હવામાન વિભાગ દ્વારા રાજ્યસભરમાં 1 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર/અમદાવાદ,

રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જોર વધ્યુ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાં પણ અતિભારે વરસાદની સંભાવનાઓ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજે ગુરુવારે (26 જૂન) અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

રાજ્યમાં આગામી 27 થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. 

30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને 01 જુલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે.

संबंधित पोस्ट

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

દાહોદની શંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદના સિનિયર સિટીઝન ને સુખ સુવિધા મળી રહે તે માટે નિરંતર સેવા આપવામાં આવી રહી છે

Karnavati 24 News

ટેરિફ બાદ નિકાસકારો નવા બજારો તરફ વળ્યા, ૨૪ દેશોની નિકાસમાં વધારો…!!

Gujarat Desk

તાઇવાનને શસ્ત્રોના વેચાણ પર ચીને અમેરિકન સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા

Gujarat Desk

ટ્રમ્પના ટેરિફનો ‘ઉપાય’ : ભારત હવે નવા બજારોમાં ટેક્સટાઈલની નિકાસ વધારશે…!!

Gujarat Desk

અમદાવાદમાં ઉતરાયણ ના પર્વ પેહલા હવા માં ઊડતી દોરી થી ગળા કપાવા ની ઘટનાં જણાય આવી

Gujarat Desk