Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મહિલાના પતિના મિત્રએ લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું



(જી.એન.એસ) તા.૧૫

અમદાવાદ, 

રખિયાલમાં રહેતી મહિલા સામે પોલીસ કેસ થયો હતો જેથી પતિનો મિત્ર મદદ કરવાના બહાને ઘરે આવતો હતો અને લગ્નની લાલચ આપીને મહિલા સાથે પ્રેમજાળ પાથરી હતી. બાદમાં મહિલાના ઘરે આવીને તથા હોટલોમાં લઇ જઇને અવાર નવાર  દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચર્યું હતું, મહિલાએ લગ્ન કરવાનું કહેતા આરોપીએ સેક્સ માટે   તને રાખી હતી લગ્ન કરવાનો ઇન્કાર કરીને ધમકી આપી હતી.  રખિયાલમાં રહેતી મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં પતિના મિત્ર કેતન સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના પતિ બેન્ક એકાઉન્ટ ભાડે આપતો હતો જેથી ખોખરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધાયો હતો. જેથી પતિ નાસતો ફરતો હતો. ત્યારે પતિનો આરોપી મિત્ર મદદ કરવાના બહાને અવાર નવાર મહિલાના ઘરે આવતો હતો. તેમજ મહિલાને તારા પતિને અન્ય સ્ત્રી સાથે લફરુ હોવાની વાત કરી હતી. એટલું જ નહી મહિલા સાથે ફોન ઉપર વાત ચીત કરીને લગ્નની લાલચ આપતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેમાં આરોપીએ તેને તેની પત્ની સાથે બનતું ન હોવાથી છુટાછેડા લેવાના અને મહિલાને પણ છુટાછેડા લેવાનું કહીને લગ્ન કરવાનું કહ્યું હતું. દરમિયાન મહિલા સાથે વિશ્વાસ કેળવીને વાંરવાર હોટલ અને તેના ઘરે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય આચર્યું હતુ, દસ દિવસ પહેલા લગ્નની વાત કરતા આરોપીએ તારી સાથે હવસ પૂરી કરવા માટે તને રાખી હોવાની વાત કરીને લગ્ન કરવાનો ઇન્કાર કરીને તું મારાથી દૂર જઇશ તો જીવવા નહી દઉ કહીને મારી નાખવાની ધમકી આપી હતી. 

संबंधित पोस्ट

આજનું રાશિફળ (26/05/2025)

Gujarat Desk

જન્માષ્ટમી પહેલા સુરક્ષા એલર્ટ વચ્ચે યુપીના ફતેહપુર જિલ્લા વહીવટીતંત્રે વિવાદિત સમાધિ નજીક કડક પ્રતિબંધક આદેશો લાગુ કર્યા

Gujarat Desk

અંકલેશ્વર કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાન નું કમકમાટીભર્યું મોત

Karnavati 24 News

પોસ્ટ વિભાગ દ્વારા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

Gujarat Desk

યુએનના વડાએ સુરક્ષા પરિષદ દ્વારા ટ્રમ્પની ગાઝા યોજનાને અપનાવવાનું સ્વાગત કર્યું

Gujarat Desk

ગુજરાતમાં ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે NHAIએ કરાર પર હસ્તાક્ષર કર્યા

Gujarat Desk