Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અંકલેશ્વર કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાન નું કમકમાટીભર્યું મોત

અંકલેશ્વરના કોસમડી માર્ગ પર ટ્રક ની અડફેટે બાઇક સવાર યુવાન નું કમકમાટીભર્યું મોત

ભરૂચ જિલ્લામાં દીવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે,જિલ્લા માં ખાસ કરી રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગ પર અકસ્માત ના બનાવોમાં સતત વધારો નોંધાતો હોય તેમ સામે આવી રહ્યું છે,રાત્રીના સમયે પૂરપાટ અને ગફલત ભરી રીતે દોડતા મોટા વાહનો ના પગલે કેટલાય લોકો ને જિંદગી ગુમાવવા નો વારો આવી રહ્યો છે,તેવીજ વધુ એક ઘટના અંકલેશ્વર,વાલિયા માર્ગ ઉપર થી સામે આવી છે,

અંકલેશ્વર,વાલિયા માર્ગ પર આવેલ કોસમડી ગામ નજીક ગત રાત્રીના સમયે એક લેલન ટ્રક નંબર HR,45,D 8896 ના ચાલકે ટ્રક ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તા પર થી પસાર થતા સીડી ડીલક્ષ મો,સા નંબર GJ,16,AH 3118 ના ચાલક સુશાંકસિંગ રાજેશ્વરસિંગ ઉ,વ 32 રહે ગાર્ડન સીટી અંકલેશ્વર નાઓને અડફેટે લઇ તેઓને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,

અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોક ટોળા ભેગા થતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ મૃતકની લાશનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થયેલ ટ્રક ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,

संबंधित पोस्ट

દાહોદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યુ

Karnavati 24 News

આખા એફિલ ટાવર જેટલું સ્ટીલ ગુજરાતના એક રેલવે સ્ટેશનમાં વપરાયું

Gujarat Desk

IG રેન્ક મેળવવા માટે IPS અધિકારીઓ માટે SP અથવા DIG તરીકે બે વર્ષનો કેન્દ્રીય કાર્યકાળ ફરજિયાત: MHA

Gujarat Desk

મધ્યપ્રદેશમાં ૧૪ બાળકોના મોત બાદ પંજાબે કોલ્ડ્રિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો

Gujarat Desk

જીએસટી રાહતથી પ્રીમિયમ કાર વેચાણમાં વધારો…!!

Gujarat Desk

આજ નું પંચાંગ (૨૭/૧૨/૨૦૨૫)

Gujarat Desk