Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભિલોડા પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી તો હવે જગતના તાતના માથે ચિંતા, પાકમાં ઇયળનો ઉપદ્રવ વધ્યો

અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદે તારાજી સર્જી હતી જેને લઇને ભિલોડા પંથકમાં ભારે નુકસાન થયું છે, જેમાં શામળાજી પંથકમાં દુકાનદારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો બીજી બાજુ ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. જે ખેડૂતોનો પાક બચી ગયો હતો તેમના પાકમાં હવે રોગ આવતા ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. ખેડૂતોના પાકમાં સફેદ ફૂગ, લીલી અને કાબરી ઇયળનો ઉપદ્રવ વધવાને કારણે પાક નિષ્ફળ થવાની ભીતી સેવાઈ રહી છે.

જિલ્લાના ભિલોડા, મોડાસા, મેઘરજ અને ધનસુરા પંથકમાં ભારે વરસાદ થયો હતો, તેમાંય ખાસ કરીને મેશ્વો જળાશય ઓવરફ્લો થતાં નદી કાંઠાના ખેતરો જળમગ્ન થતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યુ હતું ત્યારે ચોમાસાની સિઝનમાં ખાસ મગફળી, સોયાબીન, મકાઈ, દિવેલાનું વાવેતર હવે નષ્ટ થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે.

ભિલોડા તાલુકામાં 20 હજાર હેક્ટર જમીનમાં મગફળીનું થયું છે, પણ વરસાદી પાણી ફરી વળતા મગફળી સહિતના પાકોમાં રોગ આવતા પાન પીળા પડી જતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાઈ ગયા છે. ત્યારબાદ મગફળીમાં લીલી અને કાબરી ઈયળોનો ઉપદ્રવ શરૂ થયો છે.

संबंधित पोस्ट

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ રજૂ કરશે

Gujarat Desk

‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી‘: ભાજપના ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગાંધીનગર શહેર ભાજપની કાર્યશાળા યોજાઈ

Gujarat Desk

મહેસાણા શહેરમાં આવેલ તોરણવાળી માતા ના હોલ ખાતે આજરોજ કવિ સંમેલન યોજવા માં આવ્યું

Karnavati 24 News

આરબીઆઈ દ્વારા ડિસેમ્બર માસમાં રેપો રેટમાં ૦.૨૫% ઘટાડાની શક્યતા : મોર્ગન સ્ટેન્લી

Gujarat Desk

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પના ગાઝા શાંતિ બોર્ડની રચના સામે વાંધો ઉઠાવ્યો

Gujarat Desk

પ્રધાનમંત્રી મોદી 7-8 ફેબ્રુઆરીએ મલેશિયાની મુલાકાત લેશે

Gujarat Desk