Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ભારતે પ્રથમ અનઓફિશિયલ વોર્મઅપ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું, સૂર્યા-અર્શદીપ ઝળક્યા

ભારતે પ્રથમ અનઓફિશિયલ વૉર્મઅપ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું હતું. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ પછી બોલિંગમાં અર્શદીપ સિંહ અને ભૂવનેશ્વર કુમારે સારૂ પ્રદર્શન કર્યુ હતુ. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા 20 ઓવરમા 8 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી હતી.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને રિષભ પંત ઓપનિંગમાં આવ્યા હતા. ભારતની શરૂઆત સારી રહી નહતી અને રોહિત શર્મા માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી રિષભ પંત પણ 17 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. દીપક હુડ્ડાએ 22 રન બનાવ્યા હતા જ્યારે હાર્દિક પંડ્યાએ 27 રનની ઇનિંગ રમી હતી. 

ભારત તરફથી સૂર્યકુમાર યાદવે ફરી એક વખત આક્રમક રમત રમી હતી. સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 52 રન બનાવ્યા હતા. જેમાં 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

જવાબમાં ભારતે આપેલા પડકારનો પીછો કરતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહતી. અર્શદીપ સિંહ અને ભૂવનેશ્વર કુમારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરની કમર તોડી નાખી હતી. માત્ર 3 ઓવરમાં જ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની 11 રનમાં 4 વિકેટ પડી ગઇ હતી. વેસ્ટર્ન ઓસ્ટ્રે્લિયાનો સ્કોર 13 ઓવરમાં 82 રનમાં પાંચ વિકેટ થઇ ગયો હતો. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી ફેનીંગે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ જ્યારે ભૂવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલને 1-1 સફળતા મળી હતી. હવે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે બીજી અનઓફિશિયલ વોર્મ અપ મેચ 12 ઓક્ટોબરે રમાશે. તે પછી ભારત આઇસીસી વોર્મ અપ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે પણ રમવાનું છે.

संबंधित पोस्ट

હરમનપ્રીતના સુપરનોવાસે ત્રીજી વખત મહિલા T20 ચેલેન્જ જીતી: રોમાંચક ફાઇનલ મેચમાં દીપ્તિ શર્માની વેલોસિટી ટીમને 4 રનથી હરાવ્યું

Karnavati 24 News

टीम इंडिया को लेकर बड़ा अपडेट, पहले वनडे में रोहित नहीं होंगे कप्तान, इस खिलाड़ी को मिलेगा मौका

Karnavati 24 News

ઝૂલન ગોસ્વામીની અંતિમ મેચમાં કેપ્ટન હરમન ભાવુક થઇ, લૉર્ડ્સના મેદાન પર ક્રિકેટરની શાનદાર વિદાય

હરભજન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયો, પોતાને અલગ કરી, લોકોને અપીલ કરી

Karnavati 24 News

फीफा फुटबॉल विश्व कप का इतिहास, चलो पता करते हैं।

Admin

રોહિતે સિક્સર ફટકારી ત્યારે રણવીર સિંહ ચોંકી ગયોઃ ગુજરાત સામેની મેચમાં મુંબઈનો ઉત્સાહ, સમગ્ર મેચમાં પ્રભુત્વ