Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભારતનો પ્રથમ યુરોપિયન વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં…!!

ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચેનો વેપાર કરાર આખરે ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે. લગભગ દોઢ વર્ષથી ચાલી રહેલી પ્રક્રિયાગત વિલંબ બાદ આ કરાર અમલમાં આવી રહ્યો છે. ભારત અને EFTA દેશો વચ્ચે ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ આ કરાર પર હસ્તાક્ષર થયા હતા. EFTA બ્લોકમાં આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટેઇનનો સમાવેશ થાય છે. આ કરારને “વેપાર અને આર્થિક ભાગીદારી કરાર” નામ આપવામાં આવ્યું છે, જે ભારતના કોઈપણ યુરોપિયન દેશ અથવા બ્લોક સાથેનો પ્રથમ અમલમાં મુકાયેલો વેપાર કરાર છે.

આ કરાર હેઠળ ભારતે EFTA દેશોના લગભગ ૮૦થી ૮૫% માલ પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. બદલામાં, ભારતને આ દેશોમાંથી ૯૯% માલ પર ડયુટી-મુક્ત બજાર પ્રવેશ મળશે. જોકે, ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવા માટે કૃષિ અને ડેરી ઉત્પાદનોને ટેરિફ રાહતોમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ભારત માટે આ કરારનો સૌથી મોટો લાભ રોકાણના રૂપમાં મળશે. કરાર અમલમાં આવ્યાના ૧૦ વર્ષમાં EFTA દેશો ભારતમાં આશરે ૫૦ અબજ ડોલરનું રોકાણ કરશે એવી અપેક્ષા છે.

આ રોકાણથી આવતા ૧૫ વર્ષમાં ભારતમાં આશરે ૧૦ લાખ સીધી નોકરીઓ સર્જાશે. વિશેષજ્ઞોના મતે, આ કરાર ભારતના નિકાસ, રોકાણ અને રોજગાર ક્ષેત્ર માટે નવી તકો ખોલશે અને યુરોપિયન બજારો સાથે ભારતના આર્થિક એકીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

संबंधित पोस्ट

દક્ષિણપશ્ચિમ ચીનના કુનમિંગ શહેરમાં ટ્રેન રેલ્વે કર્મચારીઓના જૂથ પર અથડાઈ

Gujarat Desk

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Karnavati 24 News

ગાંધીનગર: ધોલેરામાં 1305 કરોડનો ખર્ચે કાર્ગો એરપોર્ટ, નર્મદા જિલ્લામાં 24.11 કરોડના ખર્ચે એરપોર્ટ એરસ્ટ્રીટનું થશે નિર્માણ

Karnavati 24 News

ICC અને IOC દ્વારા ઓલિમ્પિક ૨૦૨૮ માટે ક્રિકેટની ક્વોલિફિકેશન સિસ્ટમની પુષ્ટિ કરી

Gujarat Desk

ભુજમાં નવનિર્મિત વેધશાળામાં મુલાકાતીઓને અત્યાધુનિક ટેલિસ્કોપ દ્વારા મળે છે અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાની તક

Gujarat Desk

દીવના પ્રશાસને કિલ્લામાં પર્યટકોને એન્ટ્રી આપવા માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરી

Gujarat Desk