Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

પોરબંદર શહેરમાં રાયફલ અને પિસ્તોલ શૂંટીગ વગેરેની તાલીમ આપવામાં આવે છે. તાજેતરમાં વડોદરા મુકામે પિસ્તોલ શૂંટીગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં પોરબંદરમાં રાણા પૃથ્વીરાજસહ અને કાર્તિકને બ્રોન્ઝ તથા કોચ દિવ્યરાજસહ રાણાને ગોલ્ડ મેડલ સાથે પોરબંદરનું ગૌરવ વધાર્યુ.
તાજેતરમાં વડોદરા માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ૧૭મી આર,એમ, હલવાઈ  મેમોરિયલ રાયફલ – પિસ્તોલ શૂટીંગ કોમ્પિટીશનનું આયોજન થયેલ, ૧૦ મીટર રાયફલ – પિસ્તોલ અને ૨૫ મીટર,  ૫૦મીટર ફાયર આર્મ્સ રાયફલ – પિસ્તોલ શૂટીંગ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી  વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ, આ સ્પર્ધામાં પોરબંદર ડિસ્ટ્રિક્ટ રાયફલ શૂટીંગ એસો.ના ખેલાડી રાણા પૃથ્વીરાજસિંહ દિવ્યરાજસિંહએ ૧૦ મીટર પિસ્તોલ શૂટીંગ ૪૦૦સ્પર્ધામાંથી  ૩૪૮ સ્કોર કરી ૧૧ વર્ષની ઉંમરે  ૧૮ વર્ષની કેટેગી સાથે સ્પર્ધા કરી બ્રોન્ઝ મેડલ મેળવી ખૂબજ સારો સ્કોર કર્યો હતો,
જ્યારે ફાયર આર્મ્સ ૫૦ મીટર પિસ્તોલ શૂટીંગમાં પરમાર કાર્તિકકુમારે સિલ્વર મેડલ મેળવ્યો  અને ફાયર આર્મ્સ રાયફલની  ૫૦ મીટર ઓપન સાઈટ  સ્પર્ધામાં કોચ દિવ્યરાજસિંહ રાણાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કોચ દિવ્યરાજસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ મેળવેલ આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ એડવોકેટ એમ.જી. શિંગરખિયા, ઉપપ્રમુખ ભરતભાઈ લાખાણી (એડવોકેટ)તથા સેક્રેટરી એન.જી .જોષી (એડવોકેટ)એ ખેલાડીઓ આગળ વધી આગામી ખેલ મહાકુંભ, યુનિવર્સિટી અને ઓપન સ્ટેટ, પ્રી-નેશનલ, નેશનલ માં ખેલાડીઓ  જિલ્લાનું અને રાજ્યનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવેલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિવ્યરાજસહ રાણા કે જેઓ ઘણા સમયથી રાયફલ શૂટીંગ વગેરેની તાલીમ આપે છે. પોતે કોચ તરીકે ગોલ્ડ મેડલ અને વિધાર્થીઓએ બ્રોન્ઝ મેડલ મેળવી એક સિઘ્ધિ હાંસલ કરી છે. પોરબંદરના વિધાર્થીઓ રાયફલ- પિસ્તોલ શૂંટીંગ જેવી કોમ્પીટીશનમાં પણ આગળ આવે અને પોરબંદરનું ગૌરવ સમગ્ર રાજયમાં ગુંજતું કરે તે માટે દિવ્યરાજસહ રાણા તેમજ તેમના સહયોગીઓ હરહંમેશ મહેનત કરે છે.

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (29/05/2025)

Gujarat Desk

દિલ્હી સરકાર દિવાળી પર પ્રમાણિત ગ્રીન ફટાકડાના ઉપયોગની મંજૂરી આપવા સુપ્રીમ કોર્ટને વિનંતી કરશે: મુખ્યમંત્રી રેખા ગુપ્તા

Gujarat Desk

ગાંધીનગર: મહિલાઓને હથિયાર આપવાના મુદ્દા બાદ ગેનીબેન ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો આ મુદ્દો, જાણો શું કહ્યું?

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા પોડિયમમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની છબિનું અનાવરણ કરતા મુખ્યમંત્રીશ્રી – વિધાનસભા અધ્યક્ષશ્રી

Gujarat Desk

ફ્યુચરિસ્ટિક ફાર્મિંગની નવી કેડી કંડારનારાં વર્ષાબહેન આલોક, બેન્કરમાંથી બન્યાં ફાર્મર

Gujarat Desk

આજે પીએમ મોદી મણિપુરમાં ૮,૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

Gujarat Desk