Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

બાવળા-બગોદરા હાઇવે પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે પોલીસ વિભાગ એકશનમાં

(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

બગોદરા-બાવળા હાઈવે પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રોડ પર આડેધડ રીતે વાહન પાર્ક કરનારા વાહન ચાલકો સામે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં નિયમોનો ઉલાળિયો કરતા વાહન ચાલકો પાસેથી રૂ.૧૦,૦૦૦થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

હોટલો અને ઔદ્યોગિક એકમો પાસે વાહનચાલકોબેફામ રીતે વાહનો પાર્ક કરતા હોય છે. જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થાય છે અને અકસ્માતનું જોખમ પણ વધી જાય છે. ભૂતકાળમાં આવા પાર્ક કરેલા વાહનોને કારણે ઘણા અકસ્માતો થયા છે અને નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. જેમાં ?ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. ટ્રાફિક પોલીસે ભાયલા ટોલટેક્સ પાસે કોરોના કંપનીની સ્ટાફ બસઅને અન્ય વાહનોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભમાસરા ગામ નજીક મકાઈની કંપનીમાં માલ લઈને આવેલા વાહનો જે હાઈવે પર જ પાર્ક કરાયેલા હતા, તેમને પણ ઓનલાઈન દંડ ફટકારવામાં આવ્યો છે. 

संबंधित पोस्ट

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Desk

સેબીએ અદાણી ગ્રુપને ક્લીનચીટ આપી; ગૌતમ અદાણીએ કહ્યું ‘દાવા પાયાવિહોણા હતા’

Gujarat Desk

 ખેડા જિલ્લામાં માસ્ક નહીં પહેરવા તથા થુકવાના ૭૪ જેટલા કેસો નોંધાયા રૂા.૭૪,૦૦૦ નો દંડ. વસુલાયો

Karnavati 24 News

નિફટી ફ્યુચર ૨૬૩૭૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

Gujarat Desk

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક માટે ગરમીનું યલો એલર્ટ

Gujarat Desk

આજનું રાશિફળ (21/06/2025)

Gujarat Desk