Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

બાબરામાં આંગડીયા પેઢીના કર્મીને પાઇપથી ફટકારી દોઢ લાખ રૂપિયાની લૂંટ: નાકાબંધી

બાબરા માં રાત્રે પટેલ મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીને માથે પાઇપ મારી દોઢ લાખ રૂપિયાની લુંટ ચલાવી લૂંટારુઓ ફરાર થતાં પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. બાબરા ગત મોડી રાત્રે 9 વાગે બાબરા ના અમરાપરા વિસ્તારમાં આવેલ પટેલ મહેન્દ્ર અરવિંદભાઈ આંગડિયા પેઢીના કર્મચારી વિજયભાઇ શાહ બાબરા ના શાહ પંપ ચોકડી પાસે ઉભાં હતા

ત્યારે બે અજાણ્યા શખ્સોએ વિજયભાઇ ને માથા ભાંગે લોખંડ નો પાઇપ મારી રોકડ રકમ રૂપિયા દોઢ લાખ ની બેગ લય લુટારુઓ ફરાર થઇ ગયા હતા પોલીસ ને ધટના ના જાણ થતાં શહેરમાં નાકાબંધી કરી હતી માથા ભાંગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં વિજય શાહ ને બાબરા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આ ધટનાની તપાસ બાબરા પોલીસ કરી રહી છે હજુ સુધી આરોપી પકડ્યા નથી પોલીસ તપાસ ચાલુ છે. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી જાણવા મળતી વિગત મુજબ દરરોજ રાત્રે વધઘટ નો ઇસાબ લેવા માટે જસદણ થી અન્ય કર્મચારી આવે છે

એમના ફોન દરમિયાન એ જગ્યા એ ઉભા રહેવાનું હોય છે જસદણ ના કર્મચારી નો બાબરા ના ચરખા ગામે પોંહચી ગય બાદ ફોન આવ્યો હતો કે શાહ પંપ પાસે તમે આવો એ દરમિયાન મા ત્યાં પોંહચીયા બાદ ધટના બની હતી. લૂંટારુઓને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમો લૂંટારુઓને ઝડપી લેવા કામે લાગી છે.

संबंधित पोस्ट

પાકિસ્તાનમાં હોળીની ઉજવણી કરી રહેલા હિન્દુ વિદ્યાર્થીઓ પર બે દિવસમાં બીજો હુમલો

Karnavati 24 News

વડોદરા: નશામાં ધૂત BMW કારચાલકે બાઇકસવાર દંપતીને જોરદાર ટક્કર મારી, પત્નીનું મોત

Admin

તમે પણ બહારનું સાઉથ ઇન્ડિયન ખાવાનાં શોખીન હોવ તો ચેત જો: મનપાએ ચેકીંગ દરમ્યાન ૯ વેપારીને નોટીસ ફટકારી

Admin

કેનેડા: 21 વર્ષીય શીખ વિદ્યાર્થી પર હુમલો, પહેલા પાઘડી ઉતારી, પછી વાળ ખેંચીને રસ્તા પર ફેંકી દીધો

Karnavati 24 News

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનનું તાળુ તોડી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી તસ્કરો ફરાર થઈ જતાં

Admin

વડોદરા-સવારે વૉક કરવા નિકળેલી મહિલાના ગળામાં 3 તોલાની ચેઈન લૂંટી બે શખ્સ ફરાર, ટોળકીઓ થઈ બેફામ

Karnavati 24 News