Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

વડોદરા: નશામાં ધૂત BMW કારચાલકે બાઇકસવાર દંપતીને જોરદાર ટક્કર મારી, પત્નીનું મોત

વડોદરામાં એક ગોઝારી ઘટના બની છે. જિલ્લાના અકોટા વિસ્તારમાં બીએમડબ્લ્યૂ કારના ચાલકે એક દંપતીને અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન દંપતી પૈકી મહિલાનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારચાલક ઘટના સમયે નશામાં હતો. પોલીસે કાર શોરૂમના સેલ્સ મેનેજરની અટકાયત કરી છે.

રવિવારે મોડી રાતે વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલ પુરાવીને નીકળેલા બાઇકસાવર એક દંપનીને પૂરપાટ ઝડપે આવતી બીએમડબ્લ્યૂ કારના ચાલકે ટક્કર મારી હતી. આથી દંપતી નીચે પટકાતા તેમને ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી અને ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. જોકે સારવાર દરમિયાન દંપતી પૈકી મહિલાનું મોત થયું હતું.

ચારેય યુવકોનું મેડિકલ ટેસ્ટ પણ થશે

આ મામલે પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ તપાસ દરમિયાન પોલીસે કારચાલક સ્નેહલ પટેલની અટકાયત કરી છે. સ્નેહલ પટેલની પૂરપરછમાં જાણવા મળ્યું કે તે એક કારના શોરૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. રવિવારે રાતે સ્નેહલ પાર્સિંગ માટે આવેલી કાર લઈને મિત્રો સાથે નીકળ્યો હતો. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે સ્નેહલ અને તેના મિત્રોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઘટના સમયે સ્નેહલ અને તેના મિત્રો નશામાં હતા. આથી ચારેયની મેડિકલ ટેસ્ટ અંગેની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

ગોંડલમાં આવેલ ફાટક આઇસર ચાલકે તોડ્યું: ટ્રેન સમયે રોકી દેવાતા જાનહાનિ ટળી, આઇસર ચાલકની શોધખોળ હાથ ધરાઇ

Admin

बिहार: सीतामढ़ी में एसएसबी जवान को साथी ने मारी गोली

Admin

ब्रेकअप’ या पढ़ाई का दबाव ? कोटा के अनिकेत का सुसाइट नोट क्या कह रहा …

Admin

અમદાવાદ: ઠંડાપીણાની મજા લેતા પહેલા ચેતી જજો…રેડમાં અયોગ્ય 700 લીટર ઠંડાપીણા-શરબતનો નાશ કરાયો, આટલી એકમોને નોટિસ

Admin

કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ

Admin

પારનેરા ખાતે ક્રાઇમ પ્રેસ રિપોર્ટરની ખોટી ઓળખ આપી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીને વલસાડ SOGની ટીમે દબોચી લીધો

Karnavati 24 News