Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

પશુખાણ દાણ સહાય યોજના અંતર્ગત લાભાર્થી ઓ ને સહાયનું વિતરણ

પશુપાલન થકી જિલ્લામાં મહિલાઓ સારી આવક મેળવી શકે તે માટે અભિયાન રૂપે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૦ દિવસ માટે પશુપાલક મહિલાઓને બકરી પાલનની તાલીમ આપવામા આવે છે. જેમાં વર્મી કમ્પોસ્ટિંગ ઉપરાંત બેકયાર્ડ કિચન ગાર્ડન કોન્સેપ્ટ પર પ્રાયોગિક નિદર્શન સાથે તાલીમાર્થીઓને શાકભાજીના બીજનું પણ વિતરણ કરવામાં આવે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં દેવગઢ બારીયામાં ૨૧૦ અને લીમખેડામાં ૧૫૬૦ મહિલાઓને આ માટેની તાલીમ આપવામાં આવી છે.
જિલ્લામાં ગ્રામ્ય સ્તરે જ પશુઓને પ્રાથમિક સારવાર મળી રહે એ માટે મહિલાઓને પશુસખી તરીકે ની તાલીમ આપવામાં આવી રહી છે. દાહોદનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને પશુપાલન વિભાગ તેમજ આઇસીઆઇસીઆઇ ફાઉન્ડેશન દ્વારા આ રીતે ૧૯ પશુ સખીઓને તાલીમ આપવામાં આવી છે. તેમજ તેમને પશુઓની પ્રાથમિક સારવાર માટે કીટ પણ આપવામાં આવી છે. કામગીરી ધ્યાને લઇ પશુસખીઓને પ્રોત્સાહક માનદ વેતન પણ આપવામાં આવશે. ઉપરાંત બકરી આરોગ્ય શિબિરોનું વિવિધ ગામો ખાતે આયોજન કરીને ૨૯૪ લોકોએ લાભ લીધો હતો અને ૧૬૨૫ જેટલા પશુઓનું નિ:શુલ્ક નિદાન-સારવાર કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

એચ૧બી વિઝા ફીમાં વધારો : રેમિટેન્સમાં ઘટાડો, રૂપિયા પર દબાણ…!!

Gujarat Desk

પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે TMC એ પ્રચાર ગીત લોન્ચ કર્યું, ભાજપ પર નવો કટાક્ષ કર્યો

Gujarat Desk

બાવળા-બગોદરા હાઇવે પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે પોલીસ વિભાગ એકશનમાં

Gujarat Desk

એર ઇન્ડિયાએ બોઇંગ 787 વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોનું નિરીક્ષણ શરૂ કર્યું

Gujarat Desk

આજનું રાશિફળ (14/11/2025)

Gujarat Desk

સુરતમાં બાળકીની છેડતી કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી

Gujarat Desk