Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે વિધર્મી યુવક દ્વારા એક હિન્દુ યુવતીને ભગાડી લઈ જતાં આજે બીજા દિવસે પણ ગરબાડા સહિત ગાંગરડી તેમજ આસપાસના વિસ્તારો સજ્જડ બંધ રહ્યાં હતાં ત્યારે બીજા દિવસે બનાવ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે વિધર્મી યુવક દ્વારા એક હિન્દુ યુવતીને ભગાડી લઈ જતાં આજે બીજા દિવસે પણ ગરબાડા સહિત ગાંગરડી તેમજ આસપાસના વિસ્તારો સજ્જડ બંધ રહ્યાં હતાં ત્યારે બીજા દિવસે બનાવની ગંભીરતાને ધ્યાન રાખી દાહોદ જિલ્લાની અલગ અલગ ટીમો દ્વારા યુવક – યુવતીને ઝબ્બે કરવા તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.

વિધર્મી યુવક દ્વારા ગાંગરડીની યુવતીને પરીક્ષા આપતી જતી વેળાએ ભગાડી લઈ ગયાનો આજે બીજાે દિવસ છે ત્યારે હાલ પણ યુવક અને યુવતીનો કોઈ પત્તો મળ્યો છે. દાહોદ જિલ્લા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ પણ હાથ ધરી છે. ગાંગરડીના ગ્રામજનો સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ બનાવના વિરોધમાં દાહોદ જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓને આવેદનપત્ર પણ આપ્યાં છે અને તાત્કાલિક ધોરણે યુવક – યુવતીને ઝબ્બે કરી યુવતીને તેના પરિવારજનોને સોંપી દેવાની માંગણી પણ કરાઈ છે. આજે બીજા દિવસે પણ ગરબાડા, ગાંગરડી સહિતના વિસ્તારો સજ્જડ બંધ રહ્યાં છે. વિસ્તારમાં અગ્નિ સામક જેવી પરિસ્થિતી પણ સર્જાઈ છે. વિસ્તારમાં કોઈ અનીચ્છીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંધોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પંચમહાલના ગોધરા ખાતે રહેતો રાજા ઉર્ફે સુફીયાન સત્તાર પટેલ છેલ્લા પાંચેક વર્ષથી ગરબાડાના ગાંગરડી ગામે પોતાના સ્વજનને ત્યાં રહેતો હતો. આ સ્વજન પરિવાર પણ હાલ ગામમાંથી ફરાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (૨૫/૧૨/૨૦૨૫)

Gujarat Desk

નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ; ચારની ધરપકડ, એકને પગમાં ગોળી વાગી

Gujarat Desk

જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ બિલ્ડિંગનો જર્જરિત ભાગ અચાનક ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ 

Gujarat Desk

પ્રધાનમંત્રીશ્રી મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું

Gujarat Desk

મુનીર ટ્રમ્પની ગાઝા ફોર્સ અંગે ચર્ચા કરવા વોશિંગ્ટનની મુલાકાત લઈ શકે છે, સૈનિકો ન આપવાથી યુએસ પ્રમુખ ગુસ્સે થશે: સૂત્રો

Gujarat Desk

આજ નું પંચાંગ (૦૨/૧૧/૨૦૨૫)

Gujarat Desk