Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂ. ૫૨ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ



(જી.એન.એસ) તા. 3

પાલિતાણા/ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણા ને જોડતા ૮૦૦ મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે રૂ. ૫૧.૫૭ કરોડ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં રાજ્યના ૪૪ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદ્રઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૂ. ૨૨૬૯ કરોડ ફાળવ્યા છે.

આ હેતુસર જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને તે રકમમાંથી ૪૦.૫૦ કરોડ રૂપિયા ૨૪.૯૦ કિ.મી લંબાઈના ૬ રસ્તા અને પૂલોના કામો માટે મંજૂર કરવામાં આવેલા છે.

હવે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૫૧.૫૭ કરોડ રૂપિયા પાલીતાણાને જોડતા ૮૦૦ મીટરના માર્ગો પર નવા રસ્તા, પુલો માટે મંજૂર કર્યા છે.

જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને સુદ્રઢ અને સુવિધાયુક્ત રોડ કનેક્ટિવિટી પૂરી પાડવા મુખ્યમંત્રીશ્રીએ સમગ્રતયા ૨૫.૭૦ કિ.મી. માર્ગો માટે કુલ રૂ. ૯૨.૦૭ કરોડ અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી પાલિતાણા જૈન તીર્થમાં આવતા પદયાત્રીઓ તથા વાહનથી જતા દર્શનાર્થીઓને ઘણી સલામતી તથા સુલભતા પ્રાપ્ત થશે.

એટલું જ નહિ, આ રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી યાત્રાધામનું અંતર ઘટશે અને પાલીતાણા શહેરમાં જવાના રસ્તા માં આવેલા પાલીતાણા-તળાજા રસ્તાના જંકશન પોઇન્ટ પર વારંવાર થતી  ટ્રાફીક જામની સમસ્યાનું નિવારણ થશે.

આ રસ્તાઓના નિર્માણ તેમજ વિકાસથી સ્થાનિક રહેવાસીઓ અને વ્યાપારીઓને પણ લાભ થશે તથા પાલીતાણા તીર્થ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ મળશે.   

संबंधित पोस्ट

મિઝોરમમાં ICDS પ્રોજેક્ટ્સમાં પોષણ મહિનાની થીમને સક્રિયપણે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની પ્રવૃત્તિઓમાં પુરુષોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે

Gujarat Desk

યુએસ ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટે ભારત-EU કરારને ‘નિરાશાજનક’ ગણાવતા કહ્યું, યુરોપે ‘યુક્રેન કરતાં વેપારને આગળ રાખ્યો’

Gujarat Desk

ગુજરાત સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

Gujarat Desk

મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે; ગુજકોમાસોલ  એક કરોડનો બદનક્ષીનો દાવો કરશે: દિલીપ સંઘાણી

Gujarat Desk

રાજ્ય કક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મિલેટ મહોત્સવનું ઉદ્ઘાટન કરાશે

Gujarat Desk

ઉત્તર ચીનમાં કેમ્પસાઇટમાં અચાનક પૂર આવતા 9 લોકોના મોત, 3 ગુમ

Gujarat Desk