Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે; ગુજકોમાસોલ  એક કરોડનો બદનક્ષીનો દાવો કરશે: દિલીપ સંઘાણી



ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પર  ભ્રષ્ટાચારના આરોપ બાદ

(જી.એન.એસ) તા. 22

જુનાગઢ/ગાંધીનગર,

ગુજકોમાસોલ પર ગુજકોમાસોલ અને તેના અધિકારીઓ પર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લગાવ્યા હતા જે બાદ ગુજકોમાસોલ ચેરમેન દિલીપ સંઘાણી એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાઈ છે.  બારદાન સંદર્ભે નાફેડની જવાબદારી છે. બારદાન આપવામાં મોડું થયેલું. બારદાન સંદર્ભે એક અધિકારીને સસ્પેન્ડ પણ કરાયા છે. આ સાથે દિલીપ સંઘાણીએ કહ્યું કે, ગુજકોમાસોલ  એક કરોડનો બદનક્ષીનો દાવો કરશે. 

દિલીપ સંઘાણીએ કહ્યું કે મને નરેન્દ્રસિંહે જણાવ્યું કે, આવા ખોટા આક્ષેપ કરીને  વ્યક્તિગત અને ગુજકોમાસેલને જે રીતે બદનામ કરવામાં આવું છે. તેની સામે પરવાનગી આપો. નરેન્દ્ર સિંહે કોર્ટ સમક્ષ એક કરોડનો માનહાનિનો દાવો રજૂ કર્યો છે. અને મે તેને પરવાનગી આપી છે.  અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની સામે આવી નથી. મે પહેલા પણ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો મણે જાણ કરજો. ગમે એટલા મોટા વ્યક્તિની મંડળી હોય અમે ક્ષણના વિલંબ વિના અમે પગલાં ભરીશુ. આ આક્ષેપો ફક્ત કેવા પ્રકારના થયા તે જોયા નથી. જો આમાં ઇન્ટરનલ તપાસની જરૂર પડશે તો તે અમે કરીશુ. 

संबंधित पोस्ट

દૈનિક રાશિફળ (09/06/2025)

Gujarat Desk

રાજકોટની સિવિલ હોસ્પિટલ અમારા જેવા મધ્યમવર્ગીય દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે

Gujarat Desk

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે શૈક્ષણિક વર્ષ 2025-26થી ધોરણ 1, 6થી 8 અને ધોરણ 12માં પાઠ્યાપુસ્તકો બદલવાનો નિર્ણય લીધો

Gujarat Desk

અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય મેગા લોક અદાલત નું આયોજન કરાયું.લોક અદાલતમાં 2900 કેસો મુકવામાં આવ્યા.

Karnavati 24 News

ઉત્તર પ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો; વરિષ્ઠ નેતા નસીમુદ્દીન સિદ્દીકીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

Gujarat Desk

મહત્તમ તાપમાન માં વધારો થતાં માર્ચ મહિનાની ગરમી રાજ્ય માં મહામુસીબત બનસે  

Gujarat Desk