Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જિલ્લા ભાજપ પ્રમુખના નિવેદનથી કારડીયા રાજપૂત સમાજમાં રોષ યથાવત . . .

ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે થોડા દિવસ પૂર્વે કારડીયા રાજપૂત સમાજની વિરૂધ્ધમાં નિવેદન કરતા સમાજમાં રોષ ફેલાયો છે અને જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ સાથે આજે વલ્લભીપુરમાં પ્રમુખના પુતળાનુ દહન કરવામાં આવ્યુ હતું. વલ્લભીપુર ખાતે મળેલી બેઠકમાં બહોળી સંખ્યામાં સમાજના અગ્રણી અને યુવાનો હાજર રહ્યા હતાં. આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખને સમાજના આગેવાનો મળવા જશે અને જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગણી કરશે. વલ્લભીપુર શહેર ખાતે આજે રવિવારે બપોરના સમયે કારડીયા રાજપૂત સમાજની બેઠક મળી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે કારડીયા રાજપૂત સમાજનુ અપમાન કર્યુ છે તેમ આગેવાનો અને યુવાનોએ જણાવ્યુ હતુ તેથી તેઓ સામે કડક પગલા લેવામાં આવે તેવી સમીક્ષા કરવામાં આવી હતી. કેટલાક આગેવાનોએ પુતળા દહનની ના પાડી હતી તેથી કાર્યક્રમ બાદ પુતળુ બાળવામાં આવ્યુ ના હતુ પરંતુ સાંજના ૭.૩૦ કલાક બાદ જિલ્લા ભાજપ પ્રમુખનુ પુતળુ સમાજના કેટલાક યુવાનો દ્વારા બાળવામાં આવ્યુ હતું. જિલ્લા ભાજપ પ્રમુખ વિરૂધ્ધ સમાજના યુવાનોમાં ખુબ જ રોષ જોવા મળ્યો હતો. આ બાબતે આગામી થોડા દિવસમાં સમાજના કેટલાક આગેવાન પ્રદેશ ભાજપ પ્રમુખને મળવા જશે અને જિલ્લા ભાજપ પ્રમુખનુ રાજીનામુ લઈ લેવા રજુઆત કરશે. ઉલ્લેખનીય છે કે, સિહોરમાં નંદ પાર્ટી પ્લોટ ખાતે થોડા દિવસ પૂર્વે સિહોર શહેર-તાલુકા ભાજપની એક બેઠક મળી હતી. જેમાં સિહોર તાલુકા ભાજપના મહામંત્રી વિજયસિંહ ચુડાસમા સહિતના અન્ય હોદ્દેદારો ગેરહાજર હોય, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ જાહેર મંચ ઉપર જ તેઓની ગેરહાજરી વિશે પૃચ્છા કરી ‘કારડિયા રાજપૂત સમાજ મોટો કે ભાજપ મોટું ? તેવુ નિવેદન કરતા સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે. સિહોરમાં પણ બે દિવસ પૂર્વે પુતળા દહન કરવામાં આવ્યુ હતું. જિલ્લા ભાજપ પ્રમુખનુ રાજીનામુ નહી લેવામાં આવે તો વિરોધ યથાવત રહેશે તેમ સમાજના યુવાનોએ જણાવેલ છે. વલ્લભીપુર ખાતે મળેલી બેઠકમાં ભાજપ સાથે જોડાયેલા સમાજના કેટલાક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને તમામે સમાજ સાથે હોવાનો મત વ્યકત કર્યો હતો.

संबंधित पोस्ट

ભરૂચ જિલ્લા કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ઉપર સહી ફેંકી, 8 કાર્યકરોની અટકાયત

Karnavati 24 News

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન સામગ્રી રવાના

Karnavati 24 News

વાપી પાલિકામાં દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે

Karnavati 24 News

વડાપ્રધાનના હસ્તે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં બનાવવામાં આવેલ હોસ્ટિપલ અને છાત્રાલયનું ઉદઘાટન કરાશે

Karnavati 24 News

ખાંભા : રબારીકા ગામે વંદે ગુજરાત’રથ યાત્રા કાયૅક્રમ ની સ્થળ તપાસ

Karnavati 24 News

જાણો સીએમ ભૂપેન્દ્ર પટેલની કેટલી છે સંપત્તિ, આજે આવેદન પત્ર ભર્યા બાદ એફીડેવીટમાં કર્યો ઉલ્લેખ

Admin