Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા લાલવાડી આવાસ કોલોનીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં સ્થાનિક લોકોએ કમિશનર સમક્ષ રજૂઆત કરી

જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા લાલવાડી આવાસ કોલોનીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં સ્થાનિક લોકોએ કમિશનર સમક્ષ રજૂઆત કરી
જામનગર શહેરમાં લાલવાડી આવાસ કોલોનીના રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓનો નિકાલ ન થતા અને છેલ્લાં 15 દિવસથી પાણી વિતરણ ન થતું હોવાથી મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા લાલવાડી આવાસ કોલોનીમાં રહેતાં લોકોને છેલ્લાં ઘણાનં સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ રહેલો છે. જેમાં લાઈટ, લીફટ અને પાણીની સમસ્યાઓ મુખ્ય છે. આ સમસ્યાઓમાં છેલ્લાં 15 દિવસથી આવાસ કોલોનીમાં પાણી વિતરણ થતું ન હતું. જેથી આખરે કંટાળીને આવાસના રહેવાસીઓ દ્વારા વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચના નંદાણીયાને રજૂઆત કરી હતી. જેના આધારે કોર્પોરેટર રચના નંદાણિયા અને વિપક્ષી નેતા આનંદ રાઠોડ તથા સ્થાનિક રહેવાસીઓ આજે સવારે મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીને રજુઆત કરવા ગયા હતાં અને આવાસ કોલોનીમાં ઘણાં સમયથી પડતર રહેલી સમસ્યાઓનું નિવારણ કરવા માંગણી કરી હતી. જેથી કમિશનરે આ સમસ્યાનો ઉકેલ સત્વરે કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિતિ

Gujarat Desk

અમરેલીના પાણીયા ગામે સિંહનાં હુમલામાં 7 વર્ષનાં બાળકનું મોત

Gujarat Desk

અટકાયત પછી, ગ્રેટા થનબર્ગ ફરીથી ગાઝા જવા માટે સહાય ફ્લોટિલામાં રવાના થશે

Gujarat Desk

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા નિમિતે રથોનું શરૂ થયું રંગરોગાન

Gujarat Desk

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

Karnavati 24 News

કૃષિ મંત્રી જીતુ વાઘાણી ની અધ્યક્ષતામાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્રની મુલાકાતે

Gujarat Desk