Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

રાજ્યમાંથી માવઠાની અસર હટતા જામનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ફરી ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થયો છે. ઠંડીના વધતા જતા પ્રભુત્વને પગલે આજે જામનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાતા જામનગર ઠુંઠવાયું હતું. ટાઢાબોળ વાતાવરણથી બચવા લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો પણ સહારો લીધો હતો. છેલ્લા 20 દિવસની સરખામણીએ જામનગરમાં આજે અને ગઈકાલે સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. ગુજરાતમાંથી માવઠાની મોકાણનું જોર ઘટતા ઠંડીએ જોર પકડ્યું છે. જેને લઈને જામનગરમાં પણ ઠંડીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો સડસડાટ નીચે સરકતા ઠંડી એ માથું ઊંચક્યું છે. તંત્રના સત્તાવાર રીતે જાહેર થયેલ આંકડા મુજબ જામનગરમા આજે લઘુતમ તાપમાન 11 ડિગ્રી રહેવા પામ્યું હતું જ્યારે મહતમ તાપમાનનો પારો 23.5 ડિગ્રીએ અટક્યો હતો. વધુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 અને પવનની ગતિ 3.2 પતિ કિમિ રહેવા પામી હતી

संबंधित पोस्ट

બોમ્બની ધમકી આપનાર રેનીના જામીન મંજૂર

Gujarat Desk

ઓગસ્ટ ૨૦૨૫ : ઈક્વિટી ફંડમાં પ્રવાહ ઘટ્યો, ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું…!!

Gujarat Desk

દુલારચંદ યાદવ હત્યા કેસમાં પટના કોર્ટે અનંત સિંહને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો

Gujarat Desk

અમરેલીના SP પર વકીલ આનંદ યાજ્ઞિકનો આરોપ, SPની હાજરીમાં પાયલ ગોટીને માર મરાયો હતો

Gujarat Desk

શીત યુદ્ધ દરમિયાન રશિયા સામે લડવા માટે અમેરિકાએ બનાવેલા લશ્કરી મથક પર ટ્રમ્પ પુતિનને મળશે

Gujarat Desk

આજ નું પંચાંગ (11/06/2025)

Gujarat Desk