Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોરાજકારણસ્થાનિક સમાચાર

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

જામનગરના એક સોપારીના વેપારી પાસેથી ઉપલેટાના વેપારીએ ત્રણ તબક્કામાં રૂ. 2.35 લાખની સોપારીની ઉધાર ખરીદી હતી. આ રકમની ચુકવણી માટે આપેલ ચેક બેન્કમાંથી રિટર્ન થતા ફરિયાદ નોંધાયા બાદ જામનગરની અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે. જામનગરમાં સો5ારીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પાસેથી ઉપલેટાના વિશાલ અનિલભાઈ વાછાણી નામના વેપારીએ રૂ.2,35,000 કિંમતની સોપારીની ઉધારમાં ખરીદી હતી. આ રકમની ચુકવણી માટે જુદી જુદી ત્રણ તારીખના ત્રણ ચેક વેપારીએ આપ્યા હતા. તે ચેક બેંકમાં જમા કરાવાતા સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફર્યા હતા. તેથી જામનગરના વેપારીએ ઉપલેટાના વિશાલ અનિલભાઈ વાછાણી સામે જામનગરની અદાલતમાં ફરીયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતા અદાલતમાં ફરીયાદી પક્ષ તરફથી રજૂ કરાયેલા દસ્તવેજી પુરાવા વગેરે અને કરાયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સામેનો કેસ સાબિત થતો હોવાનું ઠરાવી આરોપીને એક વર્ષની કેદની સજા તથા ચેકથી બમણી રકમ એટલે કે રૂપિયા 4,70,000નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ફરીયાદીને વળતર પેટે ચૂકવી આપવા આદેશ થયો છે. દંડ ભરવામાં ન આવે તો આરોપીને વધુ ત્રણ મહિનાને કેદ ભોગવવા હુકમ કરાયો છે. સજાના હુકમ સમયે અદાલતમાં આરોપી વિશાલ અનિલભાઈ વાછાણી હાજર ન હોય અદાલતે તેની ગેરહાજરીમાં હુકમ જાહેર કર્યા પછી તેની સજાનું વોરંટ કાઢવા અને બજવણી માટે રાજકોટ એસ.પી. ને મોકલી આપવા આદેશ કર્યો છે.

संबंधित पोस्ट

 ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા સંદર્ભે ધરમપુર માં આવેદનપત્ર અપાયું

Karnavati 24 News

અમદાવાદના સરકાર વલ્લભ ભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં ખાતે યોજાઈ કોંગ્રેસની CWCની બેઠક

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પંચ કોશી પરિક્રમાના પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ અને નર્મદા પરિક્રમા વૉક કર્યું

Gujarat Desk

આજ નું પંચાંગ (28/08/2025)

Gujarat Desk

દિવાળી ટાણે જ હોળી : GSRTCની એપ્લિકેશન ઠપ, ઓનલાઇન બુકીંગ અટક્યું

Admin

ધી ભરૂચ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી.ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ અંર્તગત આભાર પત્ર લખવાનો કાર્યક્રમ યોજાયો

Gujarat Desk