Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 કાલાવડના નગરપીપળીયા ગામે ટ્રકે ૧૧ કેવીના વીજપોલને ઠોકરે ચડાવી એક લાખની નુકસાની પહોચાડી

કાલાવડ તાલુકાના નગરપીપળીયા ગામના પાટીયા પાસે ગઈ કાલે પસાર થતા એક બોઈલર ટ્રકના પાછળના ભાગે વીજ કંપનીનો વાયર ફસાઈ જતા ૧૧ કેવીનો વીજ પોલ ધરાસાઈ થઇ ગયો છે. વીજ કંપનીએ ટ્રક ચાલક સામે કંપનીને એક લાખની નુકસાની પહોચાડી હોવાની કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નગરપીપળીયા ગામે ગઈ કાલે સવારે દશેક વાગ્યાના સુમારે જી.જે.-૦૧-બી.વાય.-૫૧૬૪ના ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે બેદરકારીથી ચલાવી પોતાના ટ્રકના પાછળના ભાગે રહેલ બોઇલર મસીનમા પી.જી.વી.સી.એલ. કંપનીના વીજલાઇનના તાર ફસાવી દઇ, ૧૧ વીજ પોલ વીજલાઇન સાથે પાડી નાખી, વીજ પ્રવાહ જતો અટકાવી પી.જી.વી.સી.એલ.ને આશરે રૂ.૯૫,૬૪૦નુ નુકસાન પહોચાડ્યું હતું. પોલીસે આ બાબતે પીજીવિસીએલના ગૌરાંગભાઇ વાલજીભાઇ ટપુભાઇ કુવારદાએ આરોપી ટ્રક ચાલક દિનેશભાઇ ભગીરથભાઇ યાદવ રહે.નગલા નથા તા. કરેલ (બરનાદલ વાના) જી.મૈંનપુરી (યુ.પી) વાળા સામે આઇ.પી.સી. કલમ- ૨૭૯, ૪૨૭ તથા ઇલેક્ટ્રીસીટી એક્ટ ૨૦૦૩ ની કલમ ૧૩૯ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

એક નાનકડા વિચારથી ઔદ્યોગિક સામ્રાજ્ય સુધી: ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC રજૂ કરશે વિકાસની બ્લૂપ્રિન્ટ, જે નિરમા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત

Gujarat Desk

16મો આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ

Gujarat Desk

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના આગામી અધ્યક્ષ તરીકે કેવિન વોર્શને નોમિનેટ કર્યા

Gujarat Desk

શ્રીલંકાએ શિકારના કેસમાં 21 ભારતીય માછીમારોની ધરપકડ કરી, 2 ફિશિંગ ટ્રોલર જપ્ત કર્યા

Karnavati 24 News

‘સરકાર એમની છે, પુરાવા હોય તો અમને જેલમાં નાખી દે…’ કુંવરજી હળપતિના આક્ષેપ સામે ચૈતર વસાવાની પ્રતિક્રિયા

Gujarat Desk

આજનું રાશિફળ (28/08/2025)

Gujarat Desk