Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગરના કાલાવડમાં પ્રેમલગ્ન કરવા પડ્યાં મોંઘા, યુવક સહિત બહેન-બનેવીનું અપહરણ કરાયું



(જી.એન.એસ) તા.૬

જામનગર,

જે બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ આરોપીઓને શોધી રહી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધૂનધોરાજી ગામમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા બાદ પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેન-બનેવી સહિત ત્રણ વ્યક્તિનું એક બોલેરો કારમાં આવેલા ચાર શખ્સો અપહરણ કરી જતાં ભારે ચકચાર જાગી છે. જે બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ આરોપીઓને શોધી રહી છે. આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ધૂનધોરાજીમાં રહેતા કૈલાશભાઈ આદિવાસી અને તેના પત્ની ઉષાબેન તથા પુત્રી નિશાબેન કે જેઓ ત્રણેય પોતાની વાડીની ઓરડીમાં સુતા હતા, જે દરમિયાન વિક્રમ સમસિંગભાઈ દેહીજા તથા ગોટુ માવી અને બે અજાણ્યા શખ્સો એક સફેદ કલરની બોલેરો કારમાં આવ્યા હતા, અને કૈલાશભાઈના પુત્ર ઉમેશને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ કૈલાશભાઈ તેના પત્ની ઉષાબેન અને પુત્રી નિશાને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા. આથી આ મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે, અને ચારેય અપહરણકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કૈલાશભાઈ ના શાળા દિનેશે આજથી થોડા દિવસ પહેલા આરોપી વિક્રમની બહેન જિગલીબેન સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેનો ખાર રાખીને ગઈકાલે રાતે ચારેય આરોપીઓ આવ્યા હતા, અને કૈલાશભાઈ તથા તેની પત્ની અને પુત્રી નું અપહરણ કરી જતાં ભારે ચકચાર જાગી છે. જે આરોપીઓને પોલીસ શોધી રહી છે.

संबंधित पोस्ट

Le offerte verso rso nuovi acquirenti e le promo an eta sono

Gujarat Desk

અમદાવાદ: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ન જોવા લોકોને ધમકી, ‘ઘરમાં રહો સુરક્ષિત રહો’નો મેસેજ ફરતા ફફડાટ, નમો સ્ટેડિયમ પર સુરક્ષા વધારાઈ

Karnavati 24 News

ભારત ઇલેક્ટ્રોનિક્સે ૫૯૬ કરોડ રૂપિયાના વધારાના ઓર્ડર મેળવવા માટે આગળ વધ્યું…!!!

Gujarat Desk

Greatest Online casino games On the internet one to Pay A real income with a high Earnings

Gujarat Desk

ખોવાયેલો મોબાઈલ પરત કરવા એક હજારની લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલ ઝડપાઈ

Gujarat Desk

નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં 210 પંચાયત નેતાઓ ખાસ મહેમાનો તરીકે હાજરી આપશે

Gujarat Desk