Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાત ૩૧,૪૮૨થી વધુ મેગાવોટ રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય ક્રમે: ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ



(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર,

વિધાનસભામાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું કે, આજે ગુજરાત કુલ ૩૧,૪૮૨.૭૯ મેગાવોટ રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય ક્રમે આવે છે.

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં વર્ષ ૨૦૦૯માં ક્લાઇમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી. રાજ્યમાં ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો તેમજ ભૌગોલિક પરિસ્થિતિને લીધે પવન ઊર્જા તેમજ સૌર ઊર્જાની વિપુલ તકો રહેલી છે. જેના પરિણામે રાજ્યમાં વિન્ડ પાવર પ્રોજેક્ટ અંતર્ગત       ૧૨,૪૭૩.૭૮ મેગાવોટ, સોલાર પાવર પ્રોજેક્ટથી      ૧૬,૭૯૫.૭૭ મેગાવોટ, બાયોપાવર એટલે કે બાયો માસ અને વેસ્ટ ટુ એનર્જીથી ૧૧૬.૬૦ મેગાવોટ, સ્મોલ હાયડ્રો પાવરથી ૧૦૬.૬૪ મેગાવોટ, લાર્જ હાયડ્રો પાવરથી ૧૯૯૦ મેગાવોટ સહિત કુલ ૩૧,૪૮૨.૭૯ મેગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થાય છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

તારા લીધે મારા છૂટાછેડા થઇ રહ્યા છે કહી યુવતીને પાડોશીએ છરી ઝીંકી દીધા

Gujarat Desk

સિક્કિમના ઉપલા રિમ્બીમાં ભૂસ્ખલન, 4ના મોત, 3 ગુમ, પોલીસ સહિતની ટીમો દ્વારા બચાવ કામગીરી શરુ

Gujarat Desk

કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટિલનાં અધ્યક્ષસ્થાને બોટાદમાં ઐતિહાસિક જળસંચય કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

RedBet Gambling enterprise Opinion 2024 Prompt Payment Euro Gambling establishment?

Gujarat Desk

સુતત માં બોગસ કબ્જા રસીદ તૈયાર કરી જમીન વહેંચી મારનાર ની કતારગામ પોલીસે ધરપકડ કરી

Karnavati 24 News

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યમાં 3 હજારથી વધુ સામુહિક શૈચાલયોમાં દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ

Gujarat Desk