Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઇ: તા. ૧૫ એપ્રિલ, ૨૦૨૫ સુધી સૂચનો મોકલી શકાશે



(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર,

સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તા. ૨૪/૦૩/૨૦૨૫ હતી, જે હવે તા. ૧૫/૦૪/૨૦૨૫ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓની વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરાશે. આ મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.

આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.૧૫/૦૪/૨૦૨૫ના રોજ અથવા તે પહેલાં તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો વેબપોર્ટલ https://uccgujarat.in/  પર અથવા  ઈ-મેઈલ ucc@gujarat.gov.in મારફત અથવા  બ્લોક નં.૧, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત રજૂ કરવા અપીલ કરી છે.

संबंधित पोस्ट

ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા 14 સિનિયરો હોસ્ટેલમાંથી સસ્પેન્ડ

Gujarat Desk

રાજ્યની જનતાનો ગુજરાત બજેટ 2025-26ને ઉમળકાભેર આવકાર, દરેક ક્ષેત્ર અને વર્ગના લોકો માટે સંતોષકારક ગણાવ્યું

Gujarat Desk

BIS અમદાવાદ દ્વારા ટેક્સટાઈલ સંબંધિત ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે બે દિવસીય કેપ્સ્યૂલ કોર્સનું આયોજન

Gujarat Desk

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ ૧૦ પરીક્ષાનો પ્રારંભ, એક જ સેન્ટર

Karnavati 24 News

આગામી પાંચ વર્ષમાં વીજ માંગમાં વધારો થવાની શક્યતા…!!

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાતે નેશનલ ડિફેન્સ કોલેજનું પ્રતિનિધિમંડળ

Gujarat Desk