Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતના 9 પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે



(જી.એન.એસ) તા.૨૫

ગાંધીનગર,

ગણતંત્ર દિવસ 2025ના અવસર પર પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના 942 કર્મચારીઓને વીરતા/ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. તેમાં 95 જવાનોને વીરતા પદક, 101ને સ્પેશિયલ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પદક, 746ને સરાહનીય સેવા માટે પદક આપવામાં આવશે. જેમાં ગુજરાતના 9 પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે. પોલીસ અધિકારીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, IPS નિલેશ જાજડિયા, અશોક પાંડોર, કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવ, હિરેન વરણવા,બાબુ પટેલ અને હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ 9 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરાશે.

संबंधित पोस्ट

રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતનું દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકા યોગદાન: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત

Gujarat Desk

‘મુસ્લિમો વિરુદ્ધ અત્યાચાર’ વિષય પર પરીક્ષાના પ્રશ્ન માટે જામિયાના પ્રોફેસરને સસ્પેન્ડ; તપાસના આદેશ

Gujarat Desk

જુનાગઢ: પોસ્ટના બાંધકામ ખાતાની બંધ ઓફિસમાં બાકોરું પાડી કોમ્પ્યુટર, પંખા, તિજોરીની ચોરી

Karnavati 24 News

ભાવનગર હરિદ્વાર વચ્ચે વધુ એક ટ્રેન, રાજ્ય મંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયાના પ્રયત્નો સફળ થતાં આ ટ્રેન ફાળવવામાં આવશે

Gujarat Desk

કેવો રહેશે તમારો આજનો દિવસ (05/06/2025)

Gujarat Desk

રાજસ્થાનમાં સાધ્વી પ્રેમ બૈસાના મૃત્યુની આસપાસના રહસ્યને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે કેવી રીતે વધુ ગહન બનાવ્યું

Gujarat Desk