Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગિરનારની લીલી પરિક્રમા કરવા ભવનાથમાં ત્રણ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા

4 નવેમ્બર ની મધ્યરાત્રીથી શરૂ થાય તે પહેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ભાવિકો ઉમટી પડ્યા છે અત્યારથી જ ભાવિકોનો અવરિત પ્રવાહ ભવનાથ ભણી આવી રહ્યો છે પરિણામે ભવનાથમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે દરમિયાન શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમામાં મોટું અન્ન ક્ષેત્ર ચલાવતા ખોડીયાર રાસ મંડળના હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે અંદાજે ત્રણ લાખથી વધુ લોકો લીલી પરિક્રમા કરવા માટે આવી ગયા છે પરંતુ વન વિભાગ એ ગેટ ખોલ્યા ન હોય આવા ભાવિકોએ ભવનાથમાં પડાવ નાખ્યો છે અમારા ખોડીયાર રાસ મંડળ દ્વારા બુધવાર સાંજેથી જ શેરનાથબાપુના આશ્રમ પાછળની અમારી જગ્યામાં તેમજ બોરદેવી પાસે અન્નક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે દરમિયાન નિર્ભય ભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ભીડ વધી જતા સોનાપુરી સ્મશાનથી તમામ વાહનોનો પ્રવેશ અટકાવી દેવાયો છે પરિણામે ભાવિકોને ચાલીને જવું પડી રહ્યું છે સોનાપુરી થી પરિક્રમા રૂટ સુધીનું અંદાજે 3.5 કિ.મી જેટલું અંતર થાય છે પરિણામે ખાસ કરીને મહિલાઓ બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

संबंधित पोस्ट

ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ DEOનો તમામ શાળાઓને આદેશ

Gujarat Desk

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોના મુખ્યમંત્રી સાથે ભારે વરસાદ બાબતે સર્જાયેલ તારાજી મામલે તમમાં પ્રકારની સહાય કરવા કહ્યું

Gujarat Desk

GPSCની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર; વર્ગ 1,2 અને 3ની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર

Gujarat Desk

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

Karnavati 24 News

‘પપ્પુ તમારા સ્વર્ગમાંથી જાગો, સત્ય બોલતા શીખો’: નવજોત કૌરે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો

Gujarat Desk

સુરતમાં ફિઝિયોથેરાપી ડૉક્ટરની આત્મહત્યાની ઘટનામાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો

Gujarat Desk