Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી  સંદર્ભે પુન્દ્રાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બુથોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી


‘મતદાતાઓ દ્વારા  મહત્તમ મતદાન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી’: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ કે. દવે

મતદાન પ્રક્રિયા પારદર્શિ,સુચારુ અને વ્યવસ્થિત રિતે યોજાય તે બાબતની કાળજી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા વિશેષ સુચન

(જી.એન.એસ) તા. 14

ગાંધીનગર,

આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી  સંદર્ભે પુન્દ્રાસણ ખાતે આવેલ પ્રાથમિક શાળાના બુથોની મુલાકાત લીધી હતી. મતદાનના દિવસે ચૂંટણી સ્ટાફ તથા મતદારોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તથા મતદાન પ્રક્રિયા પારદર્શિ, સુચારુ અને વ્યવસ્થિત રીતે યોજાય તે બાબતની કાળજી રાખવા માટે સૂચના આપી હતી. સાથે સાથે દરેક મતદાતાઓ અવશ્ય મતદાન કરે અને મહત્તમ મતદાન થાય તે સુનિશ્ચિત કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી ગાંધીનગર તથા  ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ગાંધીનગર પણ હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે ધોલેરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું

Gujarat Desk

ગુજરાત તાપમાનનો પારો વધ્યો; કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું

Gujarat Desk

 લોચન સહેરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા, 7 IAS અધિકારીની બદલી

Karnavati 24 News

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે પવિત્ર તીર્થસ્થાનની મુલાકાત લેનારા યાત્રાળુઓ માટે નવા નિયમો જાહેર કર્યા

Gujarat Desk

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રેવંત રેડ્ડી દ્વારા રાહુલ ગાંધીના સંપર્કમાં છે; જગન રેડ્ડીનો આક્ષેપ

Gujarat Desk

અશ્વમેઘ સોસાયટીમાં પાલતુ કુતરાએ 2 બાળકો સહિત 6 લોકોને બચકાં ભરતા ફફડાટ

Karnavati 24 News