Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ખેડા જિલ્લામાં જાન્યુઆરીના પ્રથમ 10 દિવસમાં 637 કેસ નોંધાયા

ખેડા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર સક્રિય થઈ હોય તેમ દરરોજના 63 કેસની સરેરાશ સાથે 10 દિવસમાં 637 પોઝિટિવ કેસ તંત્રના ચોપડે નોંઘાયા છે . આ કેસોમાં સૌથી વધુ કેસ નડિયાદ તાલુકામાં 516 નોંધાયા છે . જ્યારે અન્ય 9 તાલુકાઓમાં મળીને ફક્ત 124 કેસ થવા જાય છે . તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે , પરંતુ ડિસેમ્બરના અંત ભાગમાં થી શરૂ થયેલ પોઝિટિવ દર્દીઓનો આંક ઘટવાનું નામ લઈ રહ્યો નથી . જોકે સારી બાબત એ છેકે જેટલા પોઝિટિવ દર્દી આવી રહ્યા છે , તેમાંથી 95 ટકા દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે . જિલ્લામાં પ્રથમ 10 દિવસમાં આવેલા કોરોના પોઝિટિવ કેસની વાત કરીયે તો નડિયાદ શહેરમાં 350 અને ગ્રામ્યમાં 166 કેસ નોંધાયા છે . જેના કારણે નિડયાદ તાલુકો કોરોના હોટસ્પોટ બન્યો છે . આજ કારણથી રાજ્ય સરકારે શહેરમાં રાત્રી કરફ્યુ પણ લગાવી દીધો છે . નડિયાદ બાદ સમગ્ર જિલ્લામાં સૌથી વધુ કેસ ઠાસરામાં 28 જ્યારે સૌથી ઓછા કેસ કપડવંજ , કઠલાલ , મહુધા અને વસોમાં ફક્ત 4-4 કેસ નોંધાયા છે . આમ નડિયાદ તાલુકાના કેસ સિવાય અન્ય 9 તાલુકામાં 124 કેસ નોંધાયા છે . 10 જાન્યુઆરી સુધી પોઝિટિવ 637 દર્દીઓ પૈકી 316 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે , જે પૈકી 304 દર્દીઓ તો હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે . જ્યારે 12 દર્દીઓ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે . આ સિવાય ખાનગી હોસ્પિટલ ના કોરોના બેડ સદંતર ખાલી છે . આમ એક તરફ કોરોના ઉછાળો મારી રહ્યો છે , જ્યારે બીજી તરફ દર્દીઓ ઘરે જ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે . આ 10 દિવસમાં 637 કેસ પૈકી 368 દર્દીઓ ને સારૂ થઈ જતા ડિસ્ચાર્જ આપી દેવાયો હોય તેની ગંભીરતા દેખાઈ રહી નથી .

संबंधित पोस्ट

ઓગસ્ટમાં ઓટો રિટેલ વેચાણમાં ફક્ત ૨.૮૪% વૃદ્ધિ…!!

Gujarat Desk

આજનું રાશિફળ (૨૩/૦૧/૨૦૨૬)

Gujarat Desk

આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના ટોચના ધારાસભ્યોના પગારમાં 500% વધારો કરતા લોકોમાં રોષ ફેલાયો

Gujarat Desk

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તેજી…!!

Gujarat Desk

‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે: શ્રી વિકાસ સહાય

Gujarat Desk

જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂ. ૫૨ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk