Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જવાની ઘટના બાદ આજે ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા

ગઈકાલે મહેસાણામાં કોંગ્રેસની સભા દરમિયાન સભાની અંદર લોકોની વચ્ચે આખલો ઘુસી જવાની ઘટના બની હતી. આ ધટના બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા છે.

ઢોર પકડનાર ટીમને નોટીસ પણ મોકલવામાં આવી છે. સભા પૂરી થઈ ત્યાં સુધી ઢોર પકડવાની ટીમ કેમ ઊભી ન રહી? તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તેનો જવાબ પણ માંગવામાં આવ્યો છે. ચીફ ઓફીસરો આ સમગ્ર મામલે બ્રાન્ચ ઓફિસર પાસેથી સમગ્ર મામલાનો રિપોર્ટ પણ માંગ્યો છે.

વિપક્ષના નેતાએ કહ્યું કે સીએમ અશોક ગેહલોતની પ્રોટોકોલ સિસ્ટમમાં ખામી છે. ગઈકાલે સભાની અંદર અચાનક જ સભામાં આખલો ઘુસી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે આ બળદને મોકલ્યો છે.

રખડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. તેમાં પણ મહેસાણા જિલ્લામાં આ બીજીવાર આવું બન્યું છે. જેમાં અગાઉ ચૂંટણીની તારીખો પહેલા જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના કાર્યક્રમનું આયોજન હતું ત્યારે પણ પશુ તેમના કાર્યક્રમમાં ઘુસી આવ્યું હતું અને તેના કારણે નિતીન પટેલના ધૂંટણમાં ઈજા પહોંચી હતી ત્યારે કોંગ્રેસની સભામાં પણ આ પ્રકારે આખલો ઘુસવાની ઘટના બની હતી. જેમાં કોઈ પર હુમલો કર્યો હતો તો મોટી મુશ્કેલી સર્જાઈ શકી હોત.

संबंधित पोस्ट

ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સોમનાથમાં હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું, જાણો શું છે વિશેષતા

Karnavati 24 News

ફરી સાંભળવા મળશે નકામા, નાલાયક, ગદ્દાર… ગેહલોત-પાયલટની એકતા પર ભાજપે માર્યો ટોણો

Admin

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા

Karnavati 24 News

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ AAP વિશે પૂછવામાં આવે છે. તે સમજાવે છે

Karnavati 24 News

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટાનો દોર શરૂ : સુરત જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ ભાજપમાં જોડાયા

Karnavati 24 News