Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કલોલના ગેરકાયદેસર બાંધકામો ઉપર પાલિકાએ જેસીબી ફેરવ્યું ચાર દિવસથી કાર્યવાહી કરીને આ રોડ ઉપરના દબાણો દૂર કર્યા



(જી.એન.એસ) તા.૪

કલોલ,

કલોલમાં હોટલથી લઈને માર્કેટયાર્ડ ઓવરબ્રિજ સુધીનો રોડ પહોળો કરવાનો હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની માપણી કરવામાં આવી રહી છે અને રોડ ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં નગરપાલિકાએ ચાર દિવસથી કાર્યવાહી કરીને રોડ ઉપરના દબાણો દૂર કર્યા હતા અને આજે વધુ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. બાબતે મળતી વિગતો અનુસાર નગરપાલિકા દ્વારા શહેરના સિંદબાદ હોટલથી લઈને માર્કેટયાર્ડ ઓવરબ્રિજ સુધીના રોડ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો ને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે  ચાર દિવસથી અહીં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા ગતરોજ સ્વાદ હોટલ પાસેના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને વર્ષોથી બંધ થઈ ગયેલો સવસ રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો સવસ રોડ ખુલ્લો થતા સ્થાનિકો માં ખુશીની લહેર જોવા મળી હતી અને તેઓએ ફટાકડા ફોડયા હતા રાત્રે આતસબાજી કરી હતી નગરપાલિકા દ્વારા આજરોજ વધુ કાર્યવાહી કરવામાં આવતા રોડ ઉપર થયેલ દબાણો દૂર કર્યા હતા જેમાં કેટલીક દુકાનોનો સમાવેશ થતો હતો નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો ઉપર જેસીબી ફેરવીને રોડ ખુલ્લા કર્યા હતા.

संबंधित पोस्ट

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત થયા

Gujarat Desk

શું હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશો પર મુસાફરી પ્રતિબંધો લાદશે?

Gujarat Desk

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ડીએફસીસી ટ્રેક ઉપર 100 મીટર લાંબો ‘મેક ઈન ઇન્ડિયા’ લોખંડનો પુલ લોન્ચ કરવામાં આવ્યો

Gujarat Desk

એફપીઆઈની વેચવાલી વચ્ચે ડીઆઈઆઈ બન્યા બજારના ટેકાદાર…!!

Gujarat Desk

આજ નું રાશિફળ (11/09/2025)

Gujarat Desk

ખેતી અને જમીન દલાલી કરતાં વ્યક્તિએ જીએસટી કૌભાંડના આરોપી મહેશ લાંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

Gujarat Desk