Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ઓલપાડમાં પત્ની પર શક કરતા પતિએ જ મોતને વ્હાલું કરી લીધુ !

ઓલપાડ તાલુકાના પરીયા ગામે એક હળપતિ શ્રમજવીએ પત્ની ઉપર ખોટો વહેમ રાખી મનદુઃખ થતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.ઓલપાડ તાલુકાના પરીયા ગામના કુવા ફળીયામાં વિજય પ્રવિણભાઇ રાઠોડ(28)શ્રમજીવી હળપતિ ખેત મજૂરી કરી પેટીયું રળતો હતો. વિજય રાઠોડની પત્ની પિન્ટુબેન રાઠોડે ઓલપાડ પોલીસને રાવ કરતા કહ્યું હતું કે, તેનો પતિ છેલ્લા પાંચેક દિવસથી શક કરતો હતો અને કહેતો હતો કે,તું બીજા છોકરા સાથે કેમ બોલે છે. એવો વહેમ રાખી તેની સાથે બોલાચાલી કરતો હતો. જેથી તેણે ગત શનિવાર,તા.૧૨ ના રોજ બપોરે ૧:૪૫ કલાકના સુમારે પોતે પોતાની જાતે રસોડામાં જઈ છત ઉપર લગાવેલ લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.જેથી તેને સારવાર માટે સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં ખસેડાયો હતો.જેનું ચાલુ સારવાર દરમ્યાન પ્રાણ પંખીડું ઉડી જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ મામલે મૃતકની પત્ની પિન્ટુબેને ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. ઓલપાડ પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ, 4,311 ઉમેદવારો થયા પાસ

Karnavati 24 News

વાસ્તુ ટિપ્સઃ ઘરની આ દિશામાં તુલસીનો છોડ લગાવવાનું ભૂલશો નહીં

Karnavati 24 News

મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને નોકરી પરથી કરી રહી છે છૂટા, જાણો શું છે કારણ

Admin

 સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ વધ્યું

Karnavati 24 News

કુકાવાવ-વડીયા તાલુકા ના જીથુડી ગામે સરકારશ્રી,દ્રારા શાળા પ્રવેશ ઉત્સવ યોજાયલો

Karnavati 24 News

સિહોરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો ગરમીમાં શેકાયા, લોકો પરેશાન

Karnavati 24 News