Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

ઓનલાઇન ક્લાસ કરતા વિદ્યાર્થીનો મોબાઇલ થયો બ્લાસ્ટ, હોસ્પિટલ ખસેડાયો

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં એક સ્કૂલની ઓનલાઇન ક્લાસમાં ભાગ લેવા દરમિયાન મોબાઇલ ફોનમાં વિસ્ફોટ થતા એક 15 વર્ષીય યુવક ઘાયલ થયો હતો. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે. વિદ્યાર્થીનો લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યુ કે ઘટના ગુરૂવાર બપોરે જિલ્લા કાર્યાલયથી 35 કિલોમીટર દૂર ચંદકુઇયા ગામની છે. આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સ્કૂલની ઓનલાઇન ક્લાસ કરતો હતો, ત્યારે અચાનક મોબાઇલ ફોન ફાટી ગયો હતો. નાગોડ પોલીસ સ્ટેશનના અધિકારી આરપી મિશ્રાએ જણાવ્યુ કે રામ પ્રકાશના જડબામાં ઇજા થઇ છે. ઘટના સમયે તે પોતાના ઘરે એકલો હતો કારણ કે તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્ય કામ માટે બહાર ગયા હતા.

વિદ્યાર્થીને જબલપુર રેફર કરવામાં આવ્યા

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મોબાઇલમાં થયેલા ધમાકાનો અવાજ એટલો જોરદાર હતો કે રામ પ્રકાશના પાડોશી તેના ઘરે આ જોવા માટે દોડી ગયા હતા કે ત્યા શું થયુ છે. તે બાદ રામ પ્રકાશને સતના જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તે બાદ તેને સારી સારવાર માટે જબલપુર રેફર કરવામાં આવ્યો હતો.

 

संबंधित पोस्ट

Gmail યુઝર્સ માટે Google ની ચેતવણી! નવા સ્કેમથી હોબાળો, ચોરી થઈ જશે બધા પૈસા અને ડેટા

META અને રાષ્ટ્રીય મહિલા આયોગે મહિલાઓની સુરક્ષા માટે આ સંસ્થા સાથે કરી ભાગીદારી

Karnavati 24 News

વોટ્સએપ ફીચર અપડેટ : વોટ્સએપ યુઝર્સ હવે પ્રોફાઈલ ફોટો છુપાવી શકશે અને અનિચ્છનીય લોકો પાસેથી છેલ્લે જોવામાં આવશે

Karnavati 24 News

અકસ્માતો અટકાવવા સરકારનું વધુ એક પગલું, સીટ બેલ્ટ એલાર્મને બ્લોક કરનાર ડિવાઇસ પર લાગશે પ્રતિબંધ!

Karnavati 24 News

ફેસબુકમાં યુવતીની મિત્રતા સ્વીકારતા વેપારીને રૂા. ૪૭ હજારમાં પડી

Karnavati 24 News

જિયો અને એરટેલને ટક્કર આપવા આવી રહ્યા છે એલોન મસ્ક, SpaceX એ ભારતમાં સર્વિસ શરૂ કરવાની માગી મંજૂરી

Admin