Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થશે મતદાન; કુલ 7,036 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા, જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર



આજે મતદાન પહેલા  213 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ ચુકી છે

66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટેની સામાન્ય અને 2 નગરપાલિકાઓના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે

(જી.એન.એસ) તા. 15

આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે તેના માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે. રાજ્યમાં જૂનાગઢ, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર, બોટાદ, અને વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે મતદાન યોજાશે. આવતીકાલે રવિવારે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી EVM દ્વારા મતદાન થશે. જ્યારે 18મી ફેબ્રુઆરી, 2025ના રોજ મત ગણતરી હાથ ધરાશે અને 21મી, ફેબ્રુઆરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

રાજ્યમાં 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટેની સામાન્ય અને 2 નગરપાલિકાઓના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે.. કઠલાલ, કપડવંજ, ગાંધીનગર એમ 3 તાલુકા પંચાયતોની સામાન્ય તથા બોટાદ, વાંકાનેર એમ 2 નગરપાલિકાઓની ચૂંટણીમાં આવતીકાલે મતદાન થશે.

આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ખાલી પડેલી મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થશે. આવતીકાલે કુલ 38લાખ 86હજાર 285મતદાતાઓ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. નગરપાલિકાની કુલ 1,844 બેઠકોમાંથી 167 બેઠક બિનહરીફ જાહેર થયા છે. કુલ 1,677 બેઠકો પર ચૂંટણી યોજાશે. પાલિકાની ચૂંટણી માટે કુલ 4,374 ઉમેદવારો મેદાનમાં છે.

નગરપાલિકા, મહાનગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીએ મતદાન છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 213 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઇ ચુકી છે. ચૂંટણી માટે કુલ 7,036 ઉમેદવારી પત્ર રજૂ થયા હતા. જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર થયા હતા. કુલ 5,775 ઉમેદવારી પત્ર માન્ય જાહેર થયા હતા. કુલ 213 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. તો હાલ 5,084 ઉમેદવારો મેદાનમાં છે.

જૂનાગઢ મનપાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બિનહરીફ છે. અમદાવાદ મનપાની વોર્ડ નં-7ની બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. ભાવનગર મનપાની વોર્ડ નં-3ની બેઠક માટે પેટાચૂંટણી છે. સુરત મનપાની વોર્ડ નં-18ની બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.

संबंधित पोस्ट

ગુજરાતમાં આજથી આગામી 7 દિવસ વરસાદ વરસવાની આગાહી: હવામાન વિભાગ

Gujarat Desk

અમરેલીમાં પોસ્ટલ વિભાગ વિદેશી મોકલાતા પાર્સલ ઘર બેઠા કલેકશન કરશે

Karnavati 24 News

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા: રાજ્યને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત

Gujarat Desk

આજ નું પંચાંગ (28/10/2025)

Gujarat Desk

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત – AUMમાં ૩૩૫%નો ઉછાળો

Gujarat Desk

અમદાવાદમાં અનોખુ શિક્ષણકાર્ય , સિગ્નલ સ્કૂલ બસ સેવાનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો

Karnavati 24 News