Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

અમરેલીમાં ઠંડીનો પારો ગગડ્યો, 9.0 ડિગ્રી તાપમાન નોંધાયુ

અમરેલી સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. અમરેલીમાં 9.0 ડિગ્રી તાપમાન થતા લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યુ હતુ. હિમાલયમાં હિમવર્ષાને લઇને ઉત્તર ભારત સહિત રાજ્યભરમાં શીત લહેર જોવા મળી રહી છે.તીવ્ર ઠંડીને પગલે અમરેલી સહિતના સૌરાષ્ટ્રના રાજમાર્ગો રાત્રિના સૂમસામ થઇ ગયા હતા. લગ્નની સીઝન પણ પુરી થતા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યુ હતુ.રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુ રહ્યુ હતુ. નલિયામાં સૌથી ઠંડુ 5.4 ડિગ્રી તાપમાન જ્યારે કેશોદમાં 8.8 ડિગ્રી જ્યારે અમરેલીમાં 9.0 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.અમરેલીમાં ભારે ઠંડીને પગલે લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. અમરેલીના લાઠી, ધારી, બાબરા, રાજુલા, ખાંભા, જાફરાબાદ, લિલિયા, વડિયા સહિતના તાલુકામાં ઠંડીને પગલે રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ બે દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

संबंधित पोस्ट

ભાવનગર ના જેસર તાલુકા ના રસ્તાઓ ની હાલત બિસમાર .

Karnavati 24 News

સની દેઓલ, બોબી દેઓલ તેમના પિતાની 90મી જન્મજયંતિ પર ધર્મેન્દ્રના જુહુ બંગલાની બહાર ચાહકોને મળ્યા

Gujarat Desk

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 3 દિવસ ગુજરાતના પ્રવાસે, રાજકોટથી સોમનાથ, દ્વારકા અને સાસણ

Gujarat Desk

રશિયાએ રાતોરાત હવાઈ હુમલો કરીને યુક્રેનના ઉર્જા માળખાને નિશાન બનાવ્યો

Gujarat Desk

વન રક્ષક પરીક્ષા મામલે મોટો ખુલાસો થયો, પાલીતાણા ક્લાસીસ સંચાલકે કરી કબુલાત

Karnavati 24 News

વિકાસ સપ્તાહ અંતર્ગત ભાવનગર ખાતે કેન્દ્રીય રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભ યોજાયો

Gujarat Desk