Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમરેલીના ખાંભા, ગીર પંથક સહિતના વિસ્તારોમાં વરસાદ, આવનારા 5 દિવસ માટે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

(જી.એન.એસ) તા. 7

રાજકોટ,

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે અમરેલી ખાંભા ગીર પંથક અને વડીયા સહિતના વિસ્તારોમાં આજે શુક્રવારે (6 જૂન) વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ વરસ્યો હતો. ગરમીના માહોલ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાજ્યમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે 7 જૂનના રોજ રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

આવતીકાલે 8 જૂનના રોજ રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 9થી 12 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

શુક્રવારે બપોરના ભારે બફર અને ગરમી બાદ, અમરેલી જિલ્લાના 2 તાલુકામા વરસાદી ઝાપટા પડ્યા હતા. ધારી ગીરના વીરપુર, ઈંગોરાળા, ગોવિંદપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વડીયા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વડીયા શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. ધારીના ગ્રામ્ય અને વડીયા પંથકમાં વરસાદની લોકોએ રાહત અનુભવી હતી. ભીમ અગિયારસે મેઘરાજાએ મુર્હૂત સાચવ્યું હતું.

અમરેલીના ખાંભા, ગીર પંથકના ગામડાંઓમાં શુક્રવારે (6 જૂન) ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાંભા, ગીરના તાલડા, ખડાધાર, બોરાળા, ચકરાવાપરા સહિત ગામડાંઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, ખાંભા ગીર પંથકમાં ભીમ અગિયારસનું શુકન સાચવતો વરસાદ નોંધાયો છે. 

વડીયા શહેરમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વડીયાના pgvcl રોડ પર ઘૂંટણસમાં વરસાદી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં Pgvcl રોડ અને પોસ્ટ ઓફીસ કચેરી નજીક રસ્તા પર નદીની માફક પાણી વહેતું જોવા મળ્યું હતું. 

संबंधित पोस्ट

સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા

Gujarat Desk

અદાવત રાખીને હુમલો કરવા મામલે ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની ધરપકડ

Gujarat Desk

પ્રકૃતિપ્રેમીઓ માટે ભાવનગરનું કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન સ્વર્ગ સમાન; ૩૪ ચો.કિ.મી. વિસ્તારમાં ૫ હજાર કાળિયાર મુક્ત રીતે વિચરી રહ્યા છે

Gujarat Desk

રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી રાજુલા જાફરાબાદ ખાંભા ત્રણેય નાં ક્ષય (ટીબી) નાં દર્દીઓ ને ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી હતી

Karnavati 24 News

AQI આગાહી ‘ગંભીર’ બનતાં દિલ્હી-NCR GRAP 3 પગલાં લાગુ કરે છે

Gujarat Desk

આજ નું પંચાંગ  (10/10/2025)

Gujarat Desk