Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અદાવત રાખીને હુમલો કરવા મામલે ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની ધરપકડ

(જી.એન.એસ) તા.17

ગીર સોમનાથ,

જૂની અદાવતમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ કરવામાં આવેલા હુમલામાં ગીર સોમનાથ પોલીસને મોટી સફળતા મળી છે, ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. છેલ્લાં 5 દિવસથી ગુમ દેવાયત ખવડની હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે. દુધઈ ગામ નજીકથી તેના ફાર્મહાઉસથી દેવાયત સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય તેની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે. 

આ મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, પોલીસ તપાસમાં દેવાયત ખવડ દુધઈ ગામ નજીક સીસીટીવીમાં કેદ થયો હોવાની માહિતી મળી હતી. જોકે, પોલીસે માહિતી મળતાની સાથે તુરંત કાર્યવાહી હાથ ધરી અને દુધઈમાં તેના ફાર્મ હાઉસથી દેવાયત ખવડને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ, પોલીસે દેવાયત ખવડની પત્નીની પણ પૂછપરછ હાથ ધરી છે. 

દેવાયત ખવડ પર આરોપ છે કે, તેણે સનાથળમાં રહેતા યુવકની કારને ચિત્રોડ નજીત રિસોર્ટથી સોમનાથ જતો હતો ત્યારે તેની કારને ઠોકર મારી હતી. આ સિવાય દેવાયત સહિત 10-15 શખસોએ પાઇપ વડે હુમલો કરી યુવકના હાથ-પગ ફ્રેક્ચર કરી નાંખ્યા હતા, તેમજ રિવોલ્વર બતાવી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ સિવાય 42-43 હજાર લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર યુવકે દેવાયત ખવડ અને અન્ય શખસો દ્વારા હુમલો કરી લૂંટ કરી હોવાનું જણાવ્યું હતું.

આ મામલાની પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મનદુઃખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો.

સનાથલના ધ્રુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે, તે હતો ત્યારે કોઈ અન્ય શખસે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ગીરમાં ન આવવા ચેતવણી આપી હતી. જોકે, આ ધમકીને તેણે ગંભીરતાથી લીધી ન હતી. વધુમાં ભોગ બનનાર યુવાને જણાવ્યું હતું કે, ‘દેવાયત ખવડ અને તેના માણસોએ મારી રેકી કરી હતી. હું મારા મિત્રના રિસોર્ટમાં રોકાયો હતો ત્યાં પણ આવ્યા હતા. રિસોર્ટમાંથી મને શોધતા દેવાયત ખવડ અને તેના માણસો શોધતા હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ મે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું. આવી રીતે પાછળથી હુમલો કરશે એવો તો ખ્યાલ જ ન હતો.’

संबंधित पोस्ट

પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે

Gujarat Desk

ગુજરાતમાં આગામી સમયમાં થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી; તુવેરના વેચાણ માટે ખેડૂતો તા. ૨૨ ડિસેમ્બરથી ૨૧ જાન્યુઆરી-૨૦૨૬ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે

Gujarat Desk

હું સાઉદી સાથે F-35 ફાઇટર જેટના સોદા પર વિચાર કરી રહ્યો છું: ટ્રમ્પે

Gujarat Desk

અબોલ પશુ પક્ષીઓ અને ગરીબો માટે 14 વર્ષનો સેવાયજ્ઞ

Admin

કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૭,૪૨૪ હેક્ટરમાં રૂ. ૩,૬૫૦ લાખના ખર્ચે ૪૨૭.૫૮ લાખ રોપાઓનું વાવેતર કરાયું: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

Gujarat Desk

સિવિલ હોસ્પિટલ રાજ્ય સરકારનું એકમ, અહીં અપાતી સેવાઓ નિઃશુલ્ક : ડૉ. રજનીશ પટેલ

Gujarat Desk