Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અમદાવાદ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો ઇસમ ઝડપાયો હતો

અમદાવાદ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો ઇસમ ઝડપાયો

અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ચોરીના ગુનામાં વચગાળાના જામીન મેળવી છેલ્લા સાત મહિનાથી ફરાર થયેલ ઇસમને ટંકારા નજીકથી મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાત વિધાનસભા ચુંટણીને પગલે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું હોય જેથી મોરબી એલસીબી ટીમ ફરાર આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હોય દરમિયાન અમદાવાદ શહેર સરખેજ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં કાચા કામના કેદી તરીકે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં રહેલ આરોપી રાજેશ ઉર્ફે રાજુ હરીલાલ સારેસા (ઉ.વ.૩૩) રહે હીરાપર તા. ટંકારા વાળાને તા. ૧૭-૦૧-૨૦૨૨ ના રોજ છોડવામાં આવ્યો હતો જે આરોપીને તા. ૨૦-૦૩-૨૦૨૨ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આરોપ હાજર થયો ના હતો અને વચગાળાના જામીન પરથી ફરાર થયો હતો જે આરોપી ટંકારા લતીપર ચોકડી પાસે હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે લતીપર ચોકડી પાસેથી આરોપીને ઝડપી લઈને પોલીસ જાપ્તા હેઠળ અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે

संबंधित पोस्ट

વઢવાણ ખોડુ ગામેની સીમવાડીમાં 360 કિલો દાડમની ચોરીનો બનાવ બન્યો હતો.

Admin

એન્કાઉન્ટરની બ્રીફિંગના વીડિયોએ ખોલી પોલ: પોલીસને ખાલી કિઓસ્ક પર રાખવાની વાત હતી, વીડિયો ડિલીટ કરાયો

Karnavati 24 News

સુરત: વિચલિત કરનારી ઘટના: સુરતમાં 7 વર્ષનું બાળક માતા સાથે રોડ ક્રોસ કરી રહ્યું હતું, અચાનક સ્કૂલ બસે અડફેટે લેતા મોત

Admin

पंजाब में फिर होगी शराब सस्ती सूची हुई जारी ।

Admin

ઓલપાડના કીમ ગામે ચકચારિત પતી દ્વારા પત્નીની હત્યાનો મામલો ,હત્યા બાદ ભાગતા પતિના સીસીટીવી આવ્યા સામે

Karnavati 24 News

રાજકોટ નાગરિક બેંક અને તેના ગ્રાહકોના કરોડો ચાઉં કરનાર ભેજાબાજ ઝડપાયો

Karnavati 24 News