Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગરમાં ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો



(જી.એન.એસ) તા.૨૫

જામનગર,

ઈન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનથી અદ્ભુત એર શો યોજવામાં આવ્યો હતો. આ એર શોમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ કરતબ યોજી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં. એરોબેટિક ટીમનો એર શો જોવા માટે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યાં હતાં. જે નિહાળીને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતાં. આ ભવ્ય નજારો જામનગરવાસીઓ માટે યાદગાર બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ એર શોમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડવામાં આવ્યા હતા. જેમાં સાહસિકો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરવાના આવ્યું હતું અને વિમાનો સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના બનાવી હતી. આ ઉપરાંત હાર્ટ, સૂર્યના કિરણો જેવી આકૃતિ, તેજસ, અંગ્રેજી આલ્ફાબેટ વાય અને એની આકૃતિ બનાવતા સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને લોકોના ચિઅરઅપથી ગુંજી ઉઠ્યું હતું.આ અદ્ભુત એરોબેટિક શો જોવા માટે જામનગર જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા તેમના ધર્મપત્ની દર્શના પંડ્યા સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લાના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ તથા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

આજનું રાશિફળ (06/06/2025)

Gujarat Desk

દેશનું ફોરેક્સ રિઝર્વ ૧.૬૮ અબજ ડોલર વધીને ૬૮૮.૯ અબજ ડોલરને પાર…!!

Gujarat Desk

સીબીઆઈ ડિરેક્ટર પ્રવીણ સૂદ આંધ્ર પ્રદેશના હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ

Gujarat Desk

રાજ્યકક્ષાના ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં કરાઈ ઉજવણી

Karnavati 24 News

વૈશ્વિક અનિશ્ચિતતાથી ખાનગી ઈન્વેસ્ટમેન્ટ ધીમું, લાંબા ગાળે તેજીનો અંદાજ…!!

Gujarat Desk

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin