Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દેશનું ફોરેક્સ રિઝર્વ ૧.૬૮ અબજ ડોલર વધીને ૬૮૮.૯ અબજ ડોલરને પાર…!!

૧૨ ડિસેમ્બરે પૂર્ણ થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૧.૬૮૯ અબજ ડોલર વધીને ૬૮૮.૯૪૯ અબજ ડોલર પર પહોંચ્યું હોવાનું રિઝર્વ બેન્કે શુક્રવારે જાહેર કર્યું હતું. તે પહેલાંના સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં ૧.૦૩૩ અબજ ડોલરનો વધારો નોંધાઈને તે ૬૮૭.૨૬ અબજ ડોલર થયું હતું. સમાપ્ત સપ્તાહ દરમિયાન ફોરેન કરન્સી એસેટ્સમાં ૯૦.૬ કરોડ ડોલરનો વધારો થઈને તે ૫૫૭.૭૮૭ અબજ ડોલર રહ્યા હતા. ગોલ્ડ રિઝર્વ ૭૫.૮ કરોડ ડોલર વધીને ૧૦૭.૭૪૧ અબજ ડોલર થયું હતું. આ દરમિયાન આઈએમએફ ખાતે ભારતનું રિઝર્વ ૧.૧ કરોડ ડોલર વધીને ૪.૬૮૬ અબજ ડોલર થયું હતું, જ્યારે સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સમાં ૧.૪ કરોડ ડોલરનો વધારો થઈને તે ૧૮.૭૪૫ અબજ ડોલર થયા હતા.

संबंधित पोस्ट

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં રૂ. ૬૯ થી ૫૯૬ પ્રતિ ક્વિ. નો વધારો કરાયો

Gujarat Desk

આજ નું પંચાંગ (04/06/2025)

Gujarat Desk

સુરત: પેપર ચોરી થવાના કેસમાં પ્રથમ વાર વિદ્યાર્થીઓ પેપર આપવા પહોચ્યા, ક્લાસમાં બેસીને પુસ્તક વાંચવા પડ્યા

Karnavati 24 News

આજ નું પંચાંગ (15/08/2025)

Gujarat Desk

ટ્રમ્પના પરમાણુ પ્રણાલી પરીક્ષણોમાં વિસ્ફોટનો સમાવેશ થશે નહીં: યુએસ ઉર્જા સચિવની સ્પષ્ટતા

Gujarat Desk

રશિયા સાથેના યુદ્ધમાં ઘાયલ થયેલા લશ્કરી કર્મચારીઓને મદદ કરવા “શક્ય તેટલું બધું” કરવા તૈયાર: પ્રિન્સ હેરી

Gujarat Desk