Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના એક દિવસ પહેલા વડીયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામમાં સરપંચ સહિતના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓ માટે સમયસર એસટી બસ ચાલુ ના થતા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હનુમાન ખીજડિયાના વિદ્યાર્થીઓને વડિયા સ્કૂલમાં જવા કે આવવા માટે એસટી બસની કોઇ સુવિધા નથી. એસટી વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતા અધિકારીઓએ ગ્રામજનોની વાતને નજરઅંદાજ કરી હતી અને અધિકારીઓને વારંવાર ફોન કરવા છતા તેમના ફોનને બ્લેક લિસ્ટમાં મુકી દીધા હતા. તે બાદ ગુસ્સે થયેલા ગ્રામજનોએ કલેક્ટરને લેખિતમાં પ્રશ્નની રજૂઆત કરી બસની સુવિધા શરૂ નહી થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

ગ્રામજનો વતી સરપંચે કલેક્ટરને લેખિત રજૂઆત કરતા કહ્યુ કે, અમારા ગામમાં વડીયાથી હનુમાન ખીજડીયાની વિદ્યાર્થી ફેરાની એસ.ટી. બસ ઘણા સમયથી અનીયમીત છે, તથા બગસરા ડેપો મેનેજરને કહીએ તો તે કહે છે કે જેતપુર ડેપોની બસ તમો આવે તથા બગસરા ડેપો મેનેજર બહેન ફોનમાં સરખા જવાબ પણ આપતા નથી તથા અમારા મોબાઇલ નંબર બ્લેક લીસ્ટમાં નાખી દીધેલ છે અને મારા ગામની વિદ્યાર્થીને તથા વિદ્યાર્થીઓ ઘણા સમયથી હેરાન પરેશાન છે. આથી અમારા ગામની વડીયાથી હનુમાન ખીજડીયા રૂટની બસ 1 દિવસમાં શરૂ કરવામાં નહી આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, જેની ગંભીર નોંધ લેવા વિનંતી.

संबंधित पोस्ट

કેન્દ્રીય બજેટ 2026 1 ફેબ્રુઆરીએ રજૂ થશે

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

ભાવનગર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ખાસ ભાડે “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય : વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી

Gujarat Desk

છત્તીસગઢના નારાયણપુરમાં ૧૨ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાંથી ૯ નક્સલીઓના માથે ૧૮ લાખ રૂપિયાનું સામૂહિક ઇનામ હતું

Gujarat Desk

ચીન સરકારની કાર્યવાહીમાં ડઝનબંધ ભૂગર્ભ ચર્ચ પાદરીઓની અટકાયત

Gujarat Desk

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજની સાર્ધ શતાબ્દી જન્મજયંતી નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરાયું

Gujarat Desk